World Cup 2023 : પાંચ ભારતીય બેટ્સમેનો બાદ હવે રોહિત શર્માએ બનાવ્યો મહારેકોર્ડ, ઈન્ટરનેશનલ કરિયરમાં પૂરા કર્યા 18,000 રન

ભારત સામે ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : પાંચ ભારતીય બેટ્સમેનો બાદ હવે રોહિત શર્માએ બનાવ્યો મહારેકોર્ડ, ઈન્ટરનેશનલ કરિયરમાં પૂરા કર્યા 18,000 રન 1 - image
Image:IANS

World Cup 2023 IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 29મી મેચ રમાઈ રહી છે. આ રોહિત શર્માની ભારતીય ટીમના કેપ્ટન તરીકે 100મી મેચ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ રોહિત ભારતીય ઇનિંગને સંભાળી અને ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ મેળવી હતી.

રોહિતે પૂરા કર્યા 18,000 રન

રોહિત શર્માએ તેના વનડે કરિયરની 53મી ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma Complete 18000 Run In International Cricket)એ ઇંગ્લેન્ડ સામે 47 રન બનાવી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 18,000 રન પૂરા કરી લીધા હતા. રોહિત શર્મા પહેલા ભારતના 4 બેટ્સમેનોએ આ કીર્તિમાન પોતાના નામે કર્યું છે. રોહિત 18,000 રન પૂરા કરનાર પાંચમો ભારતીય બેટ્સમેન છે. સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી પણ આ લીસ્ટમાં સામેલ છે.

World Cup 2023 : પાંચ ભારતીય બેટ્સમેનો બાદ હવે રોહિત શર્માએ બનાવ્યો મહારેકોર્ડ, ઈન્ટરનેશનલ કરિયરમાં પૂરા કર્યા 18,000 રન 2 - image


Google NewsGoogle News