Get The App

રોહિત શર્માએ છગ્ગા ફટકારી રચ્યો ઈતિહાસ, જુઓ કઈ ટીમના બોલરોને સૌથી વધારે ધોયા

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Rohit Sharma Sets Record

Rohit Sharma Creat World Record: ગઈકાલે સેન્ટ લુસિયાના ડેરેન સેમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આયોજિત મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહીત શર્માએ 92 રનની શાનદાર ઇનિંગ રમી ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 205 રન કર્યા હતા. જેની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 181ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

રોહિતે તોડ્યો રેકોર્ડ

આ મેચ દરમિયાન રોહિત શર્મા T20I ક્રિકેટમાં સૌથી વધારે 4165 રન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તને 32.03ની સરેરાશ અને 140.75ની સ્ટ્રાઈક રેટ સાથે આ રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં સૌથી વધારે 5 શતક અને 31 અર્ધ-શતક તેના નામે છે. રોહીતે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન કરીને વિરાટ કોહલી અને બાબર આઝમને પાછળ છોડીને નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે. 

T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર

રોહિત શર્મા- 4165

બાબર આઝમ- 4145

વિરાટ કોહલી- 4103

પોલ સ્ટર્લિંગ - 3601

માર્ટિન ગુપ્ટિલ- 3531

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ કેવી રહી?

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને બીજી જ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો હતો. વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ રોહિત શર્માએ ધુંઆધાર ઇનિંગ રમતા 19 બોલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. રોહિતે 41 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 92 રન કર્યા હતા. તેના પછી સૂર્યકુમાર યાદવે 31 રન, શિવમ દુબેએ 28 રન અને હાર્દિક પંડ્યાએ 27 રન બનાવી ટીમને 205ના સ્કોર સુધી પહોંચાડી હતી.

લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયામી ટીમ શરૂઆતમાં જ લડખડાવા લાગી હતી. ડેવિડ વોર્નર ફક્ત 6 રન કરી આઉટ થઇ ગયો હતો. પરંતુ ત્યારબાદ ટ્રેવિસ હેડે મિશેલ માર્શ સાથે મળીને ભારતીય બોલરોની ધોલાઈ કરી હતી. અક્ષર પટેલે માર્શનો અદ્ભુત કેચ કરીતા ભારતે મેચમાં પુનરાગમન કર્યું હતું. ટ્રેવિસ હેડ 76 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 181 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

હવે 27 જૂને સેમિ ફાઇનલમાં ભારતની ટક્કર ઇંગ્લેન્ડ સામે થશે


Google NewsGoogle News