વાનખેડેમાં વિસ્ફોટક બેટિંગથી રોહિત શર્માનો મહારેકોર્ડ: ધવન, કોહલી અને ધોનીને પછાડ્યા
Rohit Sharma: રોહિત શર્માએ IPL 2025માં લાંબા સમય બાદ શાનદાર વાપસી કરીને ચેન્નઈ સુપર કિંગ્સ સામે સિઝનની પહેલી અડધી સદી ફટકારી છે. વાનખેડે સ્ટેડિયમમાં સિઝનની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટથી જીતાડવામાં રોહિત શર્માની 76 રનની અણનમ ઈનિંગ્સે મોટી ભૂમિકા ભજવી. રોહિતે 45 બોલમાં 76 રનની ઈનિંગ રમી, જેમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ છે. તેના આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. આ સાથે જ રોહિત શર્માએ એક મહાન રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
વિરાટ કોહલી અને એમએસ ધોનીને પછાડ્યા
રોહિત શર્માને બે વર્ષમાં પહેલી વાર IPLમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે IPLમાં 20મી વખત આ એવોર્ડ જીત્યો અને વિશ્વની આ સૌથી ધનિક ક્રિકેટ લીગમાં સૌથી વધુ વખત આ એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી બની ગયો. હવે આ મામલે રોહિતે વિરાટ કોહલી અને એમએસ ધોનીને પાછળ છોડી દીધા છે. રોહિત આ મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય અને એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ પછી વિશ્વનો ત્રીજો ખેલાડી છે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ POTM એવોર્ડ
એબી ડી વિલિયર્સ-25
ક્રિસ ગેલ- 22
રોહિત શર્મા- 20
વિરાટ કોહલી- 19
એમએસ ધોની- 18
ડોવિડ વોર્નર- 18
IPLના ઈતિહાસમાં સૌથી વધુ POTM એવોર્ડ (ભારતીય ખેલાડી)
રોહિત શર્મા- 20
વિરાટ કોહલી- 19
એમએસ ધોની- 18
આ પણ વાંચો: ચાલુ મેચમાં કોહલીએ કરી એવી હરકત કે નારાજ થયો શ્રેયસ અય્યર, વીડિયો વાઈરલ
શિખર ધવનને પછાડ્યો
રોહિત શર્માએ વધુ એક કમાલ કરી છે. તે શિખર ધવનને પછાડીને IPLમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. રોહિતના IPLમાં 6786 રન છે. વિરાટ કોહલી આ મામલે ટોપ પર છે. તેણે 8326 રન બનાવ્યા છે. આ લીગમાં 8000 રનનો આંકડો પાર કરનાર તે વિશ્વનો પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન છે.
IPLમાં સૌથી વધુ રન
8326 - વિરાટ કોહલી
6786 - રોહિત શર્મા
6769 - શિખર ધવન
6565 - ડેવિડ વોર્નર
5528 - સુરેશ રૈના