સૂર્યા અને હાર્દિકની બેટિંગ સારી રહી...', અફઘાનિસ્તાન સામે જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ જુઓ શું કહ્યું
Rohit Sharma On IND vs AFG Match: T20 વર્લ્ડકપમાં ભારત સુપર-8માં પહોંચ્યા બાદ અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં સૂર્યકુમાર યાદવે ફટકારેલી ફિફ્ટી અને જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગને લીધે ભારતે 47 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને 181 રન કર્યા હતા. અફઘાનિસ્તાનની ટીમ લક્ષ્યનો પીછો કરતા બુમરાહ (7 રન આપી 3 વિકેટ), અર્શદીપ સિંહ (36 રન આપી 3 વિકેટ) અને કુલદીપ યાદવ (32 રન આપી 2 વિકેટ)ની શાનદાર બોલિંગ સામે 20 ઓવરમાં 134 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજા (20 રન આપી 1 વિકેટ) અને અક્ષર પટેલ (15 રન આપી 1 વિકેટ)એ એક-એક વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાન સામેની જીત પર રોહિતે શું કહ્યું?
અફઘાનિસ્તાન સામે મેળવેલી જીત પર રોહિતે કહ્યું, છેલ્લા બે વર્ષમાં અમે અનેક T20 મેચ રમી છે. અમને જે પરિસ્થિતિ મળી તે પ્રમાણે અમે પોતાને સક્ષમ બનાવ્યા. અમે સારી વ્યૂહનીતિ પર કામ કર્યું. અમે જાણતા હતા કે અમારી શાનદાર બોલિંગ લાઇનઅપ આ મેચને જીતાડશે. બધાએ પોતપોતાનું કામ પૂરી મહેનતથી કર્યું છે. અંતમાં સૂર્યા કુમાર યાદવ અને હાર્દિક પંડ્યાની ભાગીદારી ખુબ સારી રહી હતી. અમે જાણીએ છીએ કે બુમરાહ ટીમ માટે શું કરી શકે છે. માટે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો ખુબ જરૂરી છે. તે હંમેશા જવાબદારી લેવા તૈયાર હોય છે.