IND Vs AFG: રોહિત-રિંકુની જોડીએ રચ્યો ઈતિહાસ, પોતાના નામે કર્યા આ ત્રણ વર્લ્ડ રેકોર્ડ
રોહિત શર્માએ 69 બોલમાં અણનમ 121 રનની શાનદાર ઇનિંગ રમી હતી
રિંકુ સિંહે તેની ઇનિંગ દરમિયાન 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા
Image:Twitter |
Rohit Sharma And Rinku Singh Created 3 World Record : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ત્રણ મેચની T20I સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. પાંચમી ઓવર સુધી ભારતીય ટીમે 22 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ક્રિઝ પર રોહિત શર્મા અને રિંકુ સિંહની જોડી જામી હતી. આ બંને ખેલાડીઓએ અફઘાનિસ્તાનના બોલર્સની એટલી ધોલાઈ કરી કે છેલ્લા બોલ સુધી ભારતીય ટીમનો સ્કોર 212 રન પર 4 વિકેટ જ હતો. બંને ખેલાડીઓએ અણનમ 190 રનની ભાગીદારી કરી અને ત્રણ મોટા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
ભારત માટે T20Iમાં સૌથી મોટી ભાગીદારી
રોહિત શર્મા અને રિંકુ સિંહ - 190* vs અફઘાનિસ્તાન, 2024
સંજુ સેમસન અને દીપક હુડ્ડા - 176 vs આયરલેન્ડ, 2022
રોહિત શર્મા અને કે.એલ રાહુલ - 165 vs શ્રીલંકા, 2017
યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ - 165 vs વેસ્ટ ઇન્ડિઝ, 2023
T20Iની એક ઓવરમાં સૌથી વધુ રન
યુવરાજ સિંહ - 36 રન vs ઇંગ્લેન્ડ (સ્ટુઅર્ટ બ્રોડ, 2007)
કીરોન પોલાર્ડ - 36 રન vs શ્રીલંકા (અકીલા ધનંજય, 2021)
રોહિત શર્મા, રિંકુ સિંહ - 36 રન vs અફઘાનિસ્તાન (કરીમ જન્નત, 2024)
T20Iમાં પાંચમી અથવા તેનાથી ઓછી વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારી
રિંકુ સિંહ અને રોહિત શર્માની આ ભાગીદારી T20Iના ઈતિહાસમાં પાંચમી અથવા તેનાથી ઓછી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા નેપાળના દીપેન્દ્ર આયરે અને કુશલ મલ્લાએ વર્ષ 2023માં હોંગકોંગ સામે 145 રનની ભાગીદારી કરી હતી.