હું હજુ ત્રણેય ફોર્મેટમાં રમી શકું છું: રોહિત શર્માએ T20થી નિવૃત્તિ પર કહી આ વાત
Rohit Sharma Retirement Reason : ભારતની ટી20 વર્લ્ડ કપ 2024માં શાનદાર જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ભારતે 29 જુલાઈએ બારબાડોસમાં સાઉથ આફ્રિકાને હરાવીને ખિતાબ જીત્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાંથી તો નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ એ પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે, IPL રમતા રહેશે. રોહિતે હવે પહેલીવાર ખુલાસો કર્યો છે કે, આખરે તેઓએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ કેમ લીધી હતી.
રોહિતે જણાવ્યું નિવૃત્તિનું કારણ
એક પૉડકાસ્ટમાં વાતચીત દરમિયાન રોહિત શર્માએ ટી20Iમાંથી નિવૃત્તિનું કારણ જણાવ્યું છે. શર્માએ જણાવ્યું કે, 'મેં T20Iમાંથી ફક્ત એક જ કારણે નિવૃત્તિ લીધી કારણ કે, મારો સમય પૂરો થઈ ગયો હતો. મેં આ ફોર્મેટ રમવાનો પૂરો આનંદ લીધો છે, હું 17 વર્ષ સુધી રમ્યો. મેં સારો દેખાવ કરીને ઘણું બધું હાંસલ પણ કર્યું. બાદમાં અમે 2024નો ટી20 વર્લ્ડ કપ જીત્યો. મારા માટે એ સૌથી સારો સમય હતો, જ્યારે હું કહું ઓકે, હવે મારો આગળ વધવાનો અને અન્ય વસ્તુઓને જોવાનો સમય આવી ગયો છે. ઘણાં એવા ખેલાડીઓ છે જે ભારત માટે સારૂ કરી શકે છે.'
ફિટનેસ તમારા મનમાં હોય છેઃ રોહિત શર્મા
રોહિત શર્માએ ટી20I છોડવાનું કારણ જણાવતા કહ્યું કે, 'ટી20I છોડવાના નિર્ણયની મારા પર કોઈ અસર નથી થઈ. મને બસ લાગ્યું કે, આ યોગ્ય સમય હતો. હું હજુ પણ ત્રણેય ફોર્મેટને સરળતાથી રમી શકું છું. એટલે જ હું કહું છુ કે ફિટનેસ તમારા મનમાં હોય છે, તમે કેવી રીતે તમારા મગજને તૈયાર કરો છો. મને લાગે છે કે, બધું જ તમારા મનમાં છે. હું એક એવો માણસ છું જેમાં ખૂબ જ આત્મવિશ્વાસ છે. કારણ કે, મને ખબર છે કે હું જ્યારે ઈચ્છુ ત્યારે મારા મગજને કંટ્રોલ કરી શકું છું. ઘણીવાર તે સરળ નથી હોતું. પરંતુ મોટાભાગે હું આ કરી શકું છું. જો તમે તમારા શરીરને કહો કે, તમે યુવાન છો અને તમે આ કરી શકો છો તો બેશક તમે તે કરી જ શકો છો.'
Captain Rohit Sharma talking about his Retirement from Cricket : 🗣️-
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 28, 2024
pic.twitter.com/U5DK6GA1Tc
આ પણ વાંચોઃ બાંગ્લાદેશ વિરૂદ્ધ T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, સ્ટાર ઓલરાઉન્ડરની થઈ વાપસી
બે વર્લ્ડ કપ જીતનારો એકમાત્ર ખેલાડી
રોહિતની કેપ્ટનશીપમાં ભારતે આઈસીસી ટ્રોફીનો દુકાળ ખતમ કર્યો અને 2013ની ચેમ્પિયન ટ્રોફી બાદ પહેલીવાર આઈસીસી ટ્રોફી જીતી. ભારતે 2007 માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટી20 કપ જીત્યો હતો. ત્યારબાદ 17 વર્ષ પછી ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. રોહિતે ટી20Iમાં 151 ઇનિંગમાં 4231 રન બનાવ્યાં. તેની સરેરાશ 32.05 રહ્યું. તેમાં પાંચ સદી અને બે અર્ધશતક છે. રોહિત એકમાત્ર ભારતીય ખેલાડી છે, જેણે બે ટી20 વર્લ્ડ કપ જીત્યો.