રોહિતે કરી મોટી ભૂલ? MCG ટેસ્ટમાંથી સ્ટાર બેટરને ટીમથી બહાર કરતાં સવાલ ઊઠ્યાં
Ind vs aus tes 4 MCG : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. બોક્સિંગ ડે ટેસ્ટનો આજે પ્રથમ દિવસ છે. સીરીઝમાં બંને ટીમો 1-1થી બરાબરી પર છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં સ્ટાર બેટર શુભમન ગિલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને સ્થાન મળ્યું છે. જોકે, ટોસ દરમિયાન રોહિત શર્માએ ગિલને બહાર કરવાનું કારણ નથી જણાવ્યું. બીજી તરફ રોહિત શર્માએ ટોસ દરમિયાન રવિ શાસ્ત્રીના સવાલ પર કહ્યું કે, હું ટોપ ઓર્ડરમાં બેટિંગ કરીશ.
આ પણ વાંચો: ઓનલાઈન ગેમ રમતી વખતે ફાઈટર જેટના સિક્રેટ લીક થઈ ગયા, ઈટાલી સરકાર મુશ્કેલીમાં મુકાઈ
મેલબોર્નની પિચ સ્પિન ફ્રેન્ડલી રહી શકે છે, કદાચ આ કારણોસર સુંદરને તક આપવામાં આવી છે. જો કે ભારતીય ટીમમાં ગિલની જગ્યાએ 3 નંબર પર કોણ બેટિંગ કરશે તે જોવા જેવું હશે. સુનીલ ગાવસ્કરે ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે વોશિંગ્ટન સુંદરને તક આપવી એ બરાબર છે. પરંતુ નીતીશ કુમાર રેડ્ડીને બહાર કરી શકાયો હોત. કારણ કે તે આઠમા નંબર પર બેટિંગ કરવા આવે છે અને 10 ઓવર બોલિંગ કરે છે. આવી સ્થિતિમાં નીતિશને ચોથો બોલર ન ગણી શકાય.
શુભમન ગિલે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરિઝની 2 ટેસ્ટ મેચોની ત્રણ ઈનિંગ્સમાં કુલ 60 રન બનાવ્યા છે.