Get The App

World Cup 2023 : રોહિતનો વધુ એક રેકોર્ડ, એક કેલેન્ડર યરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બન્યો

સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સે વર્ષ 2015માં 58 છગ્ગા ફટકાર્યા હતા

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : રોહિતનો વધુ એક રેકોર્ડ, એક કેલેન્ડર યરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બન્યો 1 - image
Image:IANS

World Cup 2023 IND vs NED : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હાલમાં જ સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ રોહિતે પોતાના નામે કર્યો હતો. ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આજે ODI World Cup 2023ના લીગ સ્ટેજની અંતિમ મેચ રમાઈ રહી છે. અ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રોહિત શર્માએ આ મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે એક કેલેન્ડર યર(Rohit Sharma Hits Most ODI Sixes In A Calendar Year)માં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે એબી ડી વિલિયર્સથી આગળ નીકળી ગયો છે.

રોહિતે તોડ્યો ડી વિલિયર્સનો રેકોર્ડ

એબી ડી વિલિયર્સે વર્ષ 2015માં 58 છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લા 7 વર્ષથી આ રેકોર્ડ તેના નામે હતો. હવે આ મામલે રોહિત શર્મા ટોપ પર પહોંચી ગયો છે. રોહિતે નેધરલેન્ડ્સ સામે રમાઈ રહેલી મેચમાં પ્રથમ છગ્ગો ફટકારતાની સાથે જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત સાતમાં ઓવરમાં છગ્ગો ફટકારી ડી વિલિયર્સથી આગળ નીકળી ગયો છે. હવે રોહિતના નામે એક કેલેન્ડર યરમાં 60 છગ્ગા ફટકારી દીધા છે.

રોહિત બન્યો સિક્સર કિંગ

રોહિતે આ છગ્ગા સાથે વધુ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત કેપ્ટન તરીકે ODI World Cupમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી પણ બન્યો હતો. તેના પહેલા આ રેકોર્ડ ઈયોન મોર્ગનના નામે હતો. મોર્ગને ODI World Cup 2019માં 22 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે ODI World Cup 2023માં જ છગ્ગા ફટકારવાના મામલે સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે આ મામલે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલને પાછળ છોડી દીધો હતો. ગેલે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટિંગ કરિયરમાં કુલ 553 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત હવે ગેલ કરતાં 20થી વધુ છગ્ગા ફટકાર્યા છે.

World Cup 2023 : રોહિતનો વધુ એક રેકોર્ડ, એક કેલેન્ડર યરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બન્યો 2 - image


Google NewsGoogle News