MIની જીત સાથે હિટમેને T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર એકમાત્ર ભારતીય ખેલાડી બન્યો

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
MIની જીત સાથે હિટમેને T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર એકમાત્ર ભારતીય ખેલાડી બન્યો 1 - image
Image:IANS

Rohit Sharma T20 Record : IPL 2024ની 20મી મેચમાં ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સે રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું હતું. ત્રણ મેચો પછી મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024માં પ્રથમ જીત નોંધાવી હતી. આ મેચમાં રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ રેકોર્ડ ધરાવનાર તે ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠ્ઠો ખેલાડી છે. 

પોલાર્ડના નામે સૌથી વધુ જીત

રોહિત T20 ક્રિકેટમાં 250 જીતનો ભાગ રહેનાર એકમાત્ર ભારતીય ખેલાડી બની ગયો છે. રોહિત ઉપરાંત આ ખાસ યાદીમાં કીરોન પોલાર્ડ, શોએબ મલિક, ડ્વેન બ્રાવો, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલ પણ સામેલ છે. પોલાર્ડ એવો ખેલાડી છે જે T20 ક્રિકેટમાં સૌથી વધુ જીતનો ભાગ રહ્યો છે. પોલાર્ડ 359 T20 જીતનો ભાગ રહ્યો છે. જયારે પાકિસ્તાનનો શોએબ મલિક 325 T20 જીતનો ભાગ રહ્યો છે. આ સિવાય ડ્વેન બ્રાવો 320 અને સુનીલ નારાયણ અત્યાર સુધીમાં કુલ 286 T20 જીતનો ભાગ રહ્યો છે. આ ઉપરાંત વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ 250 T20 મેચમાં જીતનો ભાગ રહ્યો છે.

રોહિતના નામે 491 છગ્ગા

રોહિત શર્માએ 27 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. આ સાથે T20 ક્રિકેટમાં રોહિતના નામે 491 છગ્ગા નોંધાઈ ગયા છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટે 234 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 205 રન જ બનાવી શકી હતી.

MIની જીત સાથે હિટમેને T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર એકમાત્ર ભારતીય ખેલાડી બન્યો 2 - image


Google NewsGoogle News