World Cup 2023 : જાડેજા DRS માટે કરી રહ્યો હતો જિદ્દ, રોહિતે આપ્યો એવો જવાબ કે કોમેન્ટેટર પણ હસી પડ્યાં
ભારતે ગઈકાલે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાને 243 રનથી હરાવ્યું હતું
રવિન્દ્ર જાડેજાએ ભારત માટે 5 વિકેટ ઝડપી હતી
Image:Social Media |
World Cup 2023 IND vs SA : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈકાલ કોલકાતાના ઈડન ગાર્ડનમાં ODI World Cup 2023ની 37મી મેચ રમાઈ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૩૨૬ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ તેના વનડે કરિયરનની 49મી સદી ફટકારી હતી. બેટિંગ બાદ બોલિંગમાં ભારતીય ટીમે જબરદસ્ત પ્રદર્શન કર્યો હતું. પહેલી જ ઓવરમાં મોહમ્મદ સિરાજે ક્વિન્ટન ડી કોકને આઉટ કર્યો હતો. તે પછી શમી અને જાડેજાએ એક પછી વિકેટ ઝડપી ભારતેને 243 રનથી જીત અપાવી હતી.
જાડેજાએ કરી LBWની જોરદાર અપીલ
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા તેની ટપોરી સ્ટાઈલ સ્પેશિયલ કોમેન્ટ્સ અને વન લાઈનર માટે ખૂબ જ પ્રખ્યાત છે. પ્રેસ કોન્ફ્રેંસની સાથે સાથે મેદાન પર પણ તેની આ સ્ટાઈલ જોવા મળે છે. કંઇક આવું જ ગઈકાલે રમાયેલી મેચમાં પણ જોવા મળ્યું હતું. સાઉથ આફ્રિકાની બેટિંગ દરમિયાન 13મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાના બોલ પર હેનરિક ક્લાસેન સ્વિપ મારવા ગયો અને બોલ તેના પેડ પર જઈને લાગ્યો હતો. જાડેજાએ LBWની જોરદાર અપીલ કરી હતી. પરંતુ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો.
રોહિતની વાત સંભાળી હર્ષા ભોગલે પણ હસી પડ્યા
જાડેજાને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ક્લાસેન આઉટ છે. તેણે રોહિત પાસેથી DRS માટે આગ્રહ કરવાનું શરૂ કર્યું. જ્યારે વિકેટકીપર કે.એલ રાહુલ બહુ ઉત્સાહિત દેખાઈ રહ્યો ન હતો. રોહિતે DRS લેતા પહેલા કહ્યું, 'હા, આજ તો એક બેટ્સમેન છે.' આ સાથે રોહિતે એવા શબ્દ(Rohit Sharma's Reaction When Ravindra Jadeja Forces Him For DRS)નો ઉપયોગ કર્યો હતો જેને સંભાળીને કોમેન્ટ્રી કરી રહેલા કોમેન્ટેટર હર્ષા ભોગલે પણ હસી પડ્યા હતા. DRS ભારતીય ટીમના પક્ષમાં આવ્યો અને ક્લાસેનને આઉટ આપવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકા 83ના સ્કોર પર ઓલઆઉટ થઇ ગયું હતું. જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી.