'કાલની મેચ માટે અમે તૈયાર, અમારે પ્રેશરમાં રમવાનું છે', ફાઈનલ પહેલા રોહિત શર્માનું મોટું નિવેદન

2-3 વર્ષની મહેનત પછી તૈયાર થઇ છે આ ટીમ : રોહિત શર્મા

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
'કાલની મેચ માટે અમે તૈયાર, અમારે પ્રેશરમાં રમવાનું છે', ફાઈનલ પહેલા રોહિત શર્માનું મોટું નિવેદન 1 - image


World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પહેલા એકપ્રેસ કોન્ફ્રેન્સ યોજવામાં આવી હતી. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમારે શાંત રહીને પોતાનું કામ કરવાનું છે. કાલની મેચ માટે અમે તૈયાર છીએ, અત્યાર સુધીની રણનીતિ સફળ રહી. મોટી મેચોમાં પ્રેશર હોય છે અને અમારે પ્રેશરમાં રમવાનું છે. અમે છેલ્લા 2 વર્ષમાં ટીમ તૈયાર કરી છે. અમે અમારી ક્ષમતા પર ફોકસ કરી રહ્યા છીએ. ટીમના તમામ ખેલાડીઓને પોતાનો રોલ ખબર છે. બોલરોએ શાનદાર કામ કર્યું. રાહુલ દ્રવિડની ભૂમિકા વિશે વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે, ભારતીય ટીમમાં દ્રવિડની ભૂમિકા મુખ્ય છે, દરેક ખેલાડીની ભૂમિકા સ્પષ્ટ છે. 

મારા માટે આ સૌથી મોટી ક્ષણ : રોહિત શર્મા 

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમને ઓસ્ટ્રેલિયન ટીમ કેટલી પ્રભાવશાળી છે તેનાથી કોઈ સમસ્યા નથી. ઓસ્ટ્રેલિયન ટીમ ભલે 8 મેચ જીતી છે પણ આ એક સારી મેચ હશે અને બંને ટીમો રમવા માટે સક્ષમ છે. આ મારા માટે સૌથી મોટી ક્ષણ છે કારણ કે હું 50 ઓવરનો વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું.

અમારી પાસે રોહિત-વિરાટ માટે પ્લાન તૈયાર - પેટ કમિન્સ

રોહિત શર્મામાં પહેલા ઓસ્ટ્રેલિયા કેપ્ટન પેટ કમિન્સે પણ એક પ્રેસ કોન્ફ્રેંસમાં વાત કરી હતી. પેટ કમિન્સે ભારતીય ટીમના બેટિંગ લાઈનઅપ વિશે વાત કરતા કહ્યું હતું કે, 'રોહિત અને વિરાટ બંને ટોપ ક્લાસ ખેલાડી છે. પરંતુ અમારી પાસે તેમનાં માટે પ્લાન તૈયાર છે. કમિન્સે આગળ કહ્યું હતું કે, 'આ પિચ પર શરૂઆતમાં બોલ સ્વિંગ થાય છે અને બાદમાં બોલ રુકવા લાગે છે. જેથી અમને અવસરને વિકેટમાં બદલવી પડશે. બોલિંગ દરમિયાન વેરીએશન લાવવી પડશે, કટર્સ બોલ ફેંકવા પડશે.' મોહમ્મદ શમી વિશે વાત કરતા કમિન્સે કહ્યું હતું કે, 'તે મેચમાં ઓસ્ટ્રેલિયા માટે ખતરો હશે.' પેટ કમિન્સે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને પણ ઓસ્ટ્રેલિયા માટે પડકાર રૂપ ગણાવ્યો હતો. 


Google NewsGoogle News