વર્લ્ડ કપની હાર બાદ રોહિત શર્માએ પહેલીવાર શેર કર્યું પોતાનું દર્દ, સામે આવ્યો ઈમોશનલ વીડિયો

ઓસ્ટ્રેલિયા સામે ભારતને ODI World Cup 2023ની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
વર્લ્ડ કપની હાર બાદ રોહિત શર્માએ પહેલીવાર શેર કર્યું પોતાનું દર્દ, સામે આવ્યો ઈમોશનલ વીડિયો 1 - image
Image:Screengrab

Rohit Sharma On World Cup Defeat : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તે હારને 20 દિવસથી વધુ સમય થઇ ચુક્યો છે. ક્રિકેટ ચાહકો ધીમે-ધીમે તે દુઃખને ભૂલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ ક્રિકેટ મેદાન પર વાપસી માટે તૈયાર છે. આ વાપસી પહેલા રોહિતે પ્રથમ વખત ODI World Cup 2023માં મળેલી હારને લઈને પોતાનું દર્દ દુનિયા સામે મુક્યું છે. 

સામે આવ્યો રોહિતનો વીડિયો

રોહિત શર્માનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. રોહિતે વીડિયોમાં કહ્યું કે શરૂઆતમાં તે સમજી શક્યો ન હતો કે આ હારમાંથી આગળ કેવી રીતે વધવું. તેણે કહ્યું, 'મને સમજાતું ન હતું કે હું શું કરું? આ હારમાંથી કેવી રીતે બહાર આવવું. મારો પરિવાર પ્રયાસ કરી રહ્યો હતો કે હું પ્રેશરમાં ન રહું. એ હાર સ્વીકારવી મારા માટે સરળ ન હતી. મારે તેમાંથી બહાર નીકળવું હતું પરંતુ તે ખૂબ મુશ્કેલ હતું.'

'મારા માટે ODI World Cup સૌથી મોટું ઇનામ'

રોહિતે આગળ કહ્યું, 'હું હંમેશા વનડે વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું. તે મારા માટે ખુબ મોટું ઇનામ હતું. અમે આટલા વર્ષો સુધી એક જ વર્લ્ડ કપ માટે પ્રયાસ કર્યો. જ્યારે તમે બધું કરો છો અને હજુ પણ તમને જે જોઈએ છે તે મળતું નથી, તમે જેનું સપનું જુઓ છો. પછી તમે પરેશાન થઇ જાઓ છો.

'મને મારી ટીમ અને તેના પ્રદર્શન પર ગર્વ છે'

રોહિત શર્માએ કહ્યું કે તેને તેની ટીમ અને ટીમના પ્રદર્શન પર ગર્વ છે. રોહિતે કહ્યું, 'જો કોઈ મને પૂછે કે શું ખોટું થયું કારણ કે અમે 10 મેચ જીત્યા. અમે તે 10 મેચોમાં ભૂલો કરી હતી પરંતુ તે એવી ભૂલો હતી જે દરેક મેચમાં થાય છે. કોઈપણ મેચ તમારા માટે પરફેક્ટ હોઈ શકે નહીં. જો હું બીજી બાજુ જોઉં તો મને ટીમ પર ગર્વ છે. અમે જે રીતે રમ્યા તે શાનદાર હતું. તમને દરેક વર્લ્ડ કપમાં આવી તક નથી મળતી. હું આશા રાખું છું કે ફાઇનલ પહેલા તેના પ્રદર્શનથી ચાહકો ખૂબ જ ખુશ થયા હશે.'

લોકોની સાથે હું પણ આ દુઃખમાંથી બહાર આવી રહ્યો છું - રોહિત શર્મા

રોહિતે આગળ કહ્યું, 'હું આ બધું મારા દિમાગથી બહાર કાઢવા માંગતો હતો જેથી હું મારા પરિવાર સાથે ફરવા જતો રહ્યો હતો. પરંતુ જ્યાં પણ જતો લોકો મારી પાસે આવતા અને ટીમના પ્રયાસો અને ટીમના વખાણ કરતા. મને તેના માટે પણ ખરાબ લાગી રહ્યું હતું કારણ કે તે પણ અમારી જેમ વર્લ્ડ કપ જીતવા માંગતા હતા. અમે જ્યાં પણ ગયા ત્યાં અમને ઘણો સપોર્ટ મળ્યો. જે લોકો સ્ટેડિયમમાં આવ્યા હતા અને જે ટીવી પર મેચ જોઈ રહ્યા હતા. દોઢ મહિનામાં અમને ટેકો આપવા બદલ હું તેમની પ્રશંસા કરું છું. અમને પણ ખરાબ લાગે છે કે અમે તેમને નિરાશ કર્યા છે. લોકોની સાથે હું પણ આ દુઃખમાંથી બહાર આવી રહ્યો છું. જ્યારે લોકો સમજે અને ગુસ્સે ન થાય ત્યારે આપણને પણ સારું લાગે છે. આ પુનરાગમન કરવાનો આત્મવિશ્વાસ આપે છે.'

વર્લ્ડ કપની હાર બાદ રોહિત શર્માએ પહેલીવાર શેર કર્યું પોતાનું દર્દ, સામે આવ્યો ઈમોશનલ વીડિયો 2 - image


Google NewsGoogle News