VIDEO | રનઆઉટ થઈ જતાં રોહિત શુભમન ગિલ પર બરાબરનો બગડ્યો, મેચ બાદ કહી આ વાત
આ બાબતે મેદાન પર જ શુભમન ગિલ સામે ગુસ્સો ઠાલવ્યો હતો
Rohit Sharma Run Out: મોહાલીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી T20 મેચમાં રોહિત શર્મા રન આઉટ થઈ ગયો હતો. શુભમન ગિલ અને તેની વચ્ચે રન દોડવા મામલે અસમંજસ ભરી સ્થિતિ સર્જાતા ટીમ ઈન્ડિયાએ રોહિતની વિકેટ ગુમાવવી પડી હતી. બાદમાં રોહિત આ બાબતે મેદાન પર જ શુભમન ગિલ સામે ગુસ્સો ઠાલવ્યો હતો. જોકે મેચ બાદ તેણે તેના ગુસ્સા અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપ્યો હતો.
રોહિતે કહી આ વાત
પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન જ્યારે રોહિતને તેના ગુસ્સે થવાનું કારણ પૂછવામાં આવ્યું તો રોહિતે કહ્યું કે 'સાચું કહું તો આ બધી વસ્તુઓ રમત દરમિયાન થાય છે. જ્યારે તમે આ રીતે આઉટ થાઓ છો, ત્યારે તમે હતાશ થાઓ છો કારણ કે તમે તમારી ટીમ માટે રન બનાવવાના ઉદ્દેશ્ય સાથે મેદાન પર જાઓ છો. આ જવાબ પછી રોહિતે આગળ કહ્યું કે હું ઈચ્છતો હતો કે શુભમન રમતો રહે. તેણે સારી ઇનિંગ રમી હતી પરંતુ તે આઉટ થયો હતો. અમારા માટે આ મેચમાંથી ઘણી સકારાત્મક બાબતો બહાર આવી છે. શિવમ દુબેએ જે રીતે બેટિંગ કરી, જીતેશ રમ્યો, તિલક અને રિંકુએ પણ સારી બેટિંગ કરી હતી.
ભારત 1-0થી આગળ
ભારતીય ટીમે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. પહેલા ભારતીય બોલરોએ અફઘાનિસ્તાનને 20 ઓવરમાં 158 રન સુધી રોકી દીધા અને બાદમાં શિવમ દુબેના અણનમ 60 રનના કારણે લક્ષ્ય સરળતાથી હાંસલ કર્યું. અહીં શુભમન (23), તિલક વર્મા (26), જીતેશ (31), રિંકુ સિંહ (16 અણનમ)એ વિજયી ઇનિંગ્સ રમી હતી.