Get The App

IND vs AUS World Cup Final in Ahmedabad : વર્લ્ડ કપની શરૂઆતની મેચમાંથી શા માટે શમી હતો બહાર, રોહિત શર્માએ કર્યો ખુલાસો

રોહિત શર્મા ને ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ 2023 ફાઈનલથી પહેલા કરી પ્રેસ કોન્ફરન્સ

કેપ્ટને કહ્યું કે મોહમ્મદ શમી જાણતા હતા કે તેઓ વર્લ્ડમાં શરૂઆતના અમુક મેચ તેઓ નહિ રમે, ટીમ મેનેજમેન્ટ દ્વારા આ બાબતે કરી હતી જાણ

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
IND vs AUS World Cup Final in Ahmedabad : વર્લ્ડ કપની શરૂઆતની મેચમાંથી શા માટે શમી હતો બહાર, રોહિત શર્માએ કર્યો ખુલાસો 1 - image


World Cup 2023 Final: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતે સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ખિતાબની લડાઈ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેણે ફાઈનલની તૈયારીઓથી લઈને મોહમ્મદ શમીને બહાર રાખવા સુધીની દરેક બાબત પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ વર્લ્ડ કપમાં લીગ સ્ટેજની પ્રથમ ચાર મેચોમાં શમીને બેંચ પર બેસવું પડ્યું હતું. શમી (23) હાલમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 

પ્રેસ કોન્ફરન્સ શું કહ્યું રોહિત શર્માએ?

શમીએ આ વર્લ્ડ કપમાં 23 વિકેટ લીધી છે. તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તે વર્લ્ડ કપમાં ભારતનો સૌથી સફળ બોલર છે. તેના નામે કુલ 54 વિકેટ છે. પરંતુ આ વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં તેને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. આ બાબતે રોહિતે કહ્યું, મોહમ્મદ શમી માટે વર્લ્ડ કપની શરૂઆતમાં ટીમનો ભાગ ન બનવું મુશ્કેલ હતું. તે મોહમ્મદ સિરાજને મદદ કરવા ત્યાં હતો અને આ તેની વિશેષતા દર્શાવે છે. ભારતીય કેપ્ટને કહ્યું કે અમે શમીને કહ્યું કે તે ટીમનો ભાગ કેમ નથી. તેણે નેટમાં કામ કર્યું.જેના પરિણામો હવે દેખાઈ રહ્યા છે.

શમીનું શાનદાર પ્રદર્શન

વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતા. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા બાદ તે ટીમ સાથે જોડાયા હતા. બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિકને ઈજા થઈ હતી. શમીએ તક મળતાની સાથે જ હલચલ મચાવી દીધી અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે.

શમીએ તોડ્યો ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથનો રેકોર્ડ

મોહમ્મદ શમીના નામે વર્લ્ડ કપ-2023માં કુલ 23 વિકેટ છે. આ સાથે જ તેણે વર્લ્ડ કપમાં 54 વિકેટ લીધી છે. તે કોઈપણ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. આ પહેલા આ રેકોર્ડ ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથના નામે હતો. બંનેના નામે 44-44 વિકેટ છે.

શમીની બેસ્ટ બોલિંગ ફિગર 

શમીએ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ માટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 57 રનમાં 7 વિકેટ લીધી હતી. આ કોઈપણ ભારતીય બોલરની સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર છે. શમીએ ટૂર્નામેન્ટમાં ત્રણ વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી છે.


Google NewsGoogle News