Get The App

ઑસ્ટ્રેલિયા સામે પરાજય બાદ હવે શમીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી? રોહિતે કહ્યું- દરવાજા ખુલ્લા જ છે પણ...

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
ઑસ્ટ્રેલિયા સામે પરાજય બાદ હવે શમીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી? રોહિતે કહ્યું- દરવાજા ખુલ્લા જ છે પણ... 1 - image


Mohammed Shami may make an entry into Team India: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની તાકાત વધશે. મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં રમતા જોવા મળી શકે છે. એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્માએ શમીને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. શમી આ સીરિઝમાં રમે તેવી સંભાવના છે. તેમના માટે દરવાજા ખુલ્લા છે. ગઈકાલના એક અહેવાલ પ્રમાણે શમી ભારત માટે છેલ્લી બે ટેસ્ટ રમતા જોવા મળી શકે છે. તેની કીટ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી છે. માત્ર નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ફિટનેસ સર્ટિફિકેટની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો : IND vs AUS : ભારતની હારના પાંચ મોટા કારણ, કાંગારુંઓ સામે રોહિત સેનાએ કરી આ ભૂલો

રિપોર્ટ અનુસાર તે બ્રિસબેનમાં આગામી 14 ડિસેમ્બરથી શરૂ થતી ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયા પહોંચી શકે છે, પરંતુ તેમાં રમવું તેના માટે મુશ્કેલ છે. હવે એડિલેડ ટેસ્ટ ખત્મ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતને શમી વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, ચોક્કસ પણે, દરવાજા સંપૂર્ણ રીતે ખુલ્લા છે. અમે મોનિટરિંહગ કરી રહ્યા છીએ. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન તેના ઘૂંટણમાં થોડો સોજો આવ્યો હતો. અમે એવી સ્થિતિ નથી ઈચ્છતા કે તે મેચ દરમિયાન આઉટ થઈ જાય.

રોહિતે વધુમાં કહ્યું, " અમે ખાતરી કરવા માંગીએ છીએ. અમે તેમના પર કોઈ દબાણ લાવવા નથી માંગતા. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેમનું મોનિટરિંગ કરી રહી છે. તેઓ જે કહી રહ્યા છે, તેના પર અમે વિચાર કરીશું. આપણે સાવચેત રહેવું પડશે, દરવાજા ખુલ્લા છે.

આ પણ વાંચો : હળાહળ જુઠ્ઠું બોલે છે હેડ, મને ગાળ આપી હતી: મોહમ્મદ સિરાજે ચાલુ મેદાને બબાલ મુદ્દે આપ્યો જવાબ

NCA મેડિકલ ટીમ તપાસ કરશે

શમી હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ તરફથી રમી રહ્યો છે. તેની ટીમ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે, જે 9 ડિસેમ્બરે રમાશે. આ મેચ બાદ શમી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ બાદ NCA મેડિકલ ટીમના વડા ડૉ. નીતિન પટેલ અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ ટ્રેનર નિશાંત બોરદોલોઈ તેની તપાસ કરશે. આ પછી ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે.

શમીને થોડી ઈજાના કારણે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલથી ટીમ ઈન્ડિયામાથી બહાર છે. હાલમાં જ તે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી મેદાનમાં પરત ફર્યો હતો.



Google NewsGoogle News