Rohit Sharma: 37 વર્ષીય રોહિત શર્માએ મેળવ્યું કારકિર્દીનું શ્રેષ્ઠ રેન્કિંગ! પોતાના જ સાથી ખેલાડીને છોડ્યો પાછળ
Rohit Sharma Ranking: શ્રીલંકા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમનો આગામી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કેપ્ટન રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયા હાલ એક લાંબુ વેકેશન લેશે. ત્યાર પછી ટીમ બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી-20 શ્રેણી રમશે. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમશે. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જશે. જ્યાં ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમશે. આ શ્રેણીમાં 5 ટેસ્ટ મેચ રમાશે.
આ દરમિયાન ભારતીય ક્રિકેટર્સનું રેન્કિંગ જાહેર થઈ ગયું છે. કેપ્ટન રોહિત શર્માને તેમાં ફાયદો થયો છે. T 20 વર્લ્ડકપમાં રોહિતનો દેખાવ જબરદસ્ત રહ્યો હતો. ત્યાર બાદ શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં ભારત હાર્યું હતું પરંતુ રોહિત શર્માએ પોતાનો શાનદાર દેખાવ જાળવી રાખ્યો હતો. જેની અસર રેન્કિંગ પર પણ થઈ છે.
ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડકપ જિતાડનાર અને વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્મા હાલ વન-ડે અને ટેસ્ટ બંનેમાં સૌથી ઊંચું રેન્કિંગ મેળવનાર ભારતીય ક્રિકેટર છે. રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે છે અને વન ડે ક્રિકેટમાં રોહિત બીજા ક્રમે છે.
ટેસ્ટ રેન્કિંગ
ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ બીજા ક્રમે છે. જ્યારે બેટર્સના રેન્કિંગમાં ભારતના ત્રણ બેટર્સ ટોપ 10માં છે જેમાં રોહિત શર્મા છઠ્ઠા, યશસ્વી જયસ્વાલ આઠમાં અને વિરાટ કોહલી 10માં ક્રમે છે. ઈંગ્લેન્ડનો જો રુટ નંબર વન છે.
વન-ડે રેન્કિંગ
વન-ડે ક્રિકેટ રેન્કિંગમાં ભારત નંબર વન છે. બેટર્સના રેન્કિંગમાં બાબર આઝમ પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે શુભમન ગિલને પાછળ છોડીને રોહિત શર્મા આવી ગયો છે. શુભમન ત્રીજા અને વિરાટ કોહલી ચોથા ક્રમે છે.
ટી-20 રેન્કિંગ
ટીમ ઈન્ડિયા ટી-20 રેન્કિંગમાં પણ અવ્વલ સ્થાને છે. ટી-20 રેન્કિંગમાં બેટર્સ રેન્કિંગમાં સુર્યકુમાર યાદવ બીજા અને યશસ્વી જયસ્વાલ ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવીસ હેડ પ્રથમ ક્રમે છે.