VIDEO : રોહિત-હાર્દિક વચ્ચે નથી કોઈ ખટપટ, સૌની સામે હિટમેને આ રીતે લાગણી વ્યક્ત કરી

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
T20 World cup 2024 team India pose with the tropy rohit sharma kiss hardik pandya


Rohit Sharma Kiss Hardik Pandya: T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બની હતી. આ મેચમાં દરેક ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે હાર્દિક પંડ્યાએ પણ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ને નિરાશ ન કરતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે ટીમને જ્યારે જરુર હતી ત્યારે જ હેનરિચ ક્લાસેનની વિકેટ લઈને મેચને પલટાવી નાખી હતી.

સમગ્ર દેશ જીત બાદ જશ્નમાં ડૂબી ગયો

સમગ્ર દેશ હાલમાં T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામેની જીત બાદ જશ્નમાં ડૂબી ગયો છે. રાજધાની દિલ્હીના ઈન્ડિયા ગેટ પર મોડી રાત્રે લોકો ત્રિરંગા ઝંડા લઈને લોકો એકઠા થયા હતા અને ફટાકડા ફોડવા લાગ્યા હતા. મેચ બાદ રાત્રે દેશના અનેક શહેરોમાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમે મેચ જીતતાની સાથે જ કેપ્ટન રોહિત શર્મા પણ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યો નહીં. તેની આંખોમાં આંસુ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ભારતની જીત બાદ હાર્દિક ઈન્ટરવ્યૂ આપી રહ્યો હતો ત્યારે રોહિતે આવીને કેમેરા સામે જ હાર્દિકને ગળે લગાડીને ગાલ પર લાગણી વ્યક્ત કરતા કિસ કરી હતી.

હિટમેને લાગણી વ્યક્ત કરી

હાલમાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હિટમેન (Hitman) હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને કિસ (kiss) કરતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ભારતની જીતનો સૌથી મોટો વળાંક એ હાર્દિક પંડ્યાની ઓવર હતી જેમાં તેણે હેનરિક ક્લાસેનને આઉટ કર્યો હતો. ચાર ઓવર પછી દક્ષિણ આફ્રિકા (South Africa)ને 26 રનની જરૂર હતી. હેનરિક ક્લાસેન (Heinrich Klaasen) ભારતીય સ્પિનરો પર આક્રમક પ્રહાર કરીને 27 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો હતો. હાર્દિકે ક્લાસેનને ઋષભ પંત (Rishbh Pant)ના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જે બાદ આફ્રિકન ટીમ ધીરે-ધીરે મેચમાં બેકફૂટ પર આવી ગઈ હતી. અંતે ભારતે આ વિશ્વકપની ફાઈનલ મેચ સાત રને જીતી હતી.

VIDEO : રોહિત-હાર્દિક વચ્ચે નથી કોઈ ખટપટ, સૌની સામે હિટમેને આ રીતે લાગણી વ્યક્ત કરી 2 - image


Google NewsGoogle News