VIDEO: 'જ્યારે જે કરવાનું હતું તે કર્યું.....' રોહિત શર્મા ફરી મુશ્કેલીમાં! ઝહીર ખાન સાથેની વાત લીક
Image: Facebook
IPL 2025: લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે આજે આઈપીએલ 2025ની 16મી મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાવાની છે પરંતુ આ મેચથી પહેલા એમઆઈનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા મુશ્કેલીમાં ફસાતો નજર આવી રહ્યો છે. તેનો એલએસજીના મેન્ટોર ઝહીર ખાનની સાથે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જે બાદ ચાહકો અટકળો લગાવી રહ્યાં છે કે મુંબઈ ઈન્ડિયન્સના જૂથમાં કંઈ ઠીક ચાલી રહ્યું નથી. ઝહીર પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો કોચ હતો.
વાઈરલ વીડિયોમાં રોહિત શર્મા ઝહીર ખાનને કહેતો નજર આવી રહ્યો છે, 'જે જ્યારે કરવાનું હતું મે કર્યું બરાબર રીતે, હવે મારે કંઈ કરવાની જરૂર નથી.' સોશિયલ મીડિયાની કમેન્ટ અનુસાર વીડિયોના વાઈરલ થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સે તેને પોતાના એકાઉન્ટથી હટાવી દીધો હતો, જોકે થોડા સમય બાદ તેણે ફરીથી તેને પોસ્ટ કર્યો.
ગયા વર્ષે જ્યારે હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા બાદ ર્ઈડન ગાર્ડન્સના મેદાન પર રોહિત શર્મા કેકેઆરના બેટિંગ કોચ અભિષેક નાયરથી વાત કરતાં નજર આવ્યો હતો. તે વીડિયોએ પણ ખૂબ હોબાળો મચાવ્યો હતો. અભિષેક નાયરથી રોહિત શર્મા વાત કરતો નજર આવી રહ્યો હતો કે, 'એક એક બાબત ચેન્જ થઈ રહી છે, તે તેમની ઉપર છે, તે મારું ઘર છે ભાઈ, તે મંદિર જે છે ને મે બનાવ્યું છે. ભાઈ મારું શું મારું તો આ અંતિમ છે.'
આ વીડિયોના વાઈરલ થયા બાદ અટકળો લગાવાઈ રહી હતી કે આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં રોહિત શર્મા ઉતરશે અને કેકેઆર તેને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. જોકે, આવું કંઈ થયું નહીં અને હિટમેન આ સીઝન પણ એમઆઈનો જ ભાગ છે. જોકે એક વખત ફરી રોહિત શર્માના મોઢેથી આવા શબ્દ સાંભળ્યા બાદ ચાહકોના મનમાં ફરી સવાલ ઉઠવા લાગ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સમાં બધું ઠીક છે ને?