Get The App

IND vs AUS World Cup Final in Ahmedabad : હિટમેને ફાઈનલમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1

રોહિત શર્મા ફાઈનલ મેચમાં 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
IND vs AUS World Cup Final in Ahmedabad : હિટમેને ફાઈનલમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1 1 - image
Image:IANS

World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI World Cup 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા આવેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma Scored Most Runs As Captain In Single World Cup Edition)એ થોડીક જ વારમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યા હતો. રોહિત ODI World Cupની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે.

રોહિતે 11 મેચમાં 597 રન બનાવ્યા

રોહિત શર્મા ફાઈનલ મેચમાં 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તેણે એક શાનદાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે ODI World Cup 2023ની 11 મેચમાં 597 રન બનાવ્યા છે. જે કોઈપણ કેપ્ટન દ્વારા ODI World Cupના ઈતિહાસમાં સૌથી વધુ છે. રોહિત શર્માએ આ રેકોર્ડમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન, શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધને, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને એરોન ફિન્ચને પાછળ છોડી દીધા છે. 

કેન વિલિયમ્સને ODI World Cup 2019માં કેપ્ટન તરીકે 578 રન બનાવ્યા હતા.

મહેલા જયવર્દનેએ ODI World Cup 2007માં કેપ્ટન તરીકે 548 રન બનાવ્યા હતા.

રિકી પોન્ટિંગે ODI World Cup 2003માં કેપ્ટન તરીકે 539 રન બનાવ્યા હતા.

એરોન ફિન્ચે ODI World Cup 2019માં કેપ્ટન તરીકે 507 રન બનાવ્યા હતા.

IND vs AUS World Cup Final in Ahmedabad : હિટમેને ફાઈનલમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1 2 - image


Google NewsGoogle News