IND vs ENG : રોહિતે 8 ઈનિંગ્સ બાદ ફટકારી ફિફ્ટી, સચિન-કોહલીની ખાસ ક્લબમાં થઇ એન્ટ્રી
ભારતે 33 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધા હતા
Image:Twitter |
Rohit Sharma IND vs ENG 3rd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ભારતે 33 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધા હતા. માર્ક વુડે શરૂઆતમાં યશસ્વી જયસ્વાલને 10 અને શુભમન ગિલને શૂન્યના સ્કોર પર આઉટ કર્યા હતા. તે પછી ટોમ હાર્ટલીએ રજત પાટીદારને 5 રનના સ્કોર પર પવેલિયન પરત કર્યો હતો. પરંતુ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ઇનિંગને સંભાળી અને ફિફ્ટી ફટકારી હતી.
સચિન-કોહલીની ક્લબમાં સામેલ
રોહિત શર્મા લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ફિફ્ટી પણ ફટકારી શક્યો ન હતો. રોહિતે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 20 જુલાઈ, 2023ના રોજ 57 રન બનાવ્યા હતા. હવે રાજકોટમાં 4 ટેસ્ટ મેચ અને 8 ઇનિંગ્સ પછી રોહિતે ફિફ્ટી ફટકારી છે. આ તેના ટેસ્ટ કરિયરની 17મી ફિફ્ટી હતી. આ સાથે રોહિત સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.
ઇંગ્લેન્ડ સામે 2000 રન પૂરા કરનાર 9મો ભારતીય ખેલાડી
રોહિત શર્માએ રાજકોટમાં 29 રન બનાવતાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે 2000 રન પૂરા કર્યા હતા. તે ઈંગ્લેન્ડ સામે ત્રણેય ફોર્મેટમાં 2000 કે તેથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તે 9મો ભારતીય બેટર બની ગયો છે. આ યાદીમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.
ઈંગ્લેન્ડ સામે ત્રણેય ફોર્મેટમાં 2000 રન બનાવનાર ભારતીય ખેલાડી
સચિન તેંડુલકર- 3990
વિરાટ કોહલી- 3970
એમએસ ધોની- 2999
રાહુલ દ્રવિડ - 2993
સુનીલ ગાવસ્કર- 2919
મોહમ્મદ અઝહરુદ્દીન- 2189
યુવરાજ સિંહ- 2154
દિલીપ વેંગસરકર- 2115
રોહિત શર્મા- 2000+