World Cup 2023 : હિટમેનના નામે ત્રણ મોટા રેકૉર્ડ, સચિન-ગેલના આ રેકોર્ડબ્રેક કરી બન્યો નંબર-1 ખેલાડી

ગેલને પછાડીને રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સિક્સર કિંગ બન્યો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : હિટમેનના નામે ત્રણ મોટા રેકૉર્ડ, સચિન-ગેલના આ રેકોર્ડબ્રેક કરી બન્યો નંબર-1 ખેલાડી 1 - image


Rohit Sharma New Record Today : વર્લ્ડકપમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના નુકસાને 272 રન બનાવ્યા હતા. આ મેચમાં 273 રનના ટાર્ગેટ પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આક્રમક શરૂઆત કરી હતી.  

હીટમેનના નામે ઘણા ઐતિહાસિક રેકોર્ડ

ભારતીય કેપ્ટન રોહિતે એક મેચમાં ઘણા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા. આ મેચમાં રોહિત શર્માએ સદી, સિક્સર અને રન જેવા ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી પણ બની ગયો છે. આ ઉપરાંત રોહિત ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે. ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 7 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિત અને ડેવિડ વોર્નરે સમાન 19 ઇનિંગ્સમાં હજાર રન પૂરા કર્યા.

વર્લ્ડ રેકોર્ડ હિટમેનના નામે 

સદી
ખેલાડી 
7
રોહિત શર્મા
6
સચિન તેંડુલકર
5
રિકી પોન્ટિંગ
5
કુમાર સંગાકારા

હિટમેને ક્રિસ ગેલનો આ રેકોર્ડ તોડ્યો

ખેલાડીઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા
રોહિત શર્મા
555
ક્રિસ ગેલ
553
શાહિદ આફ્રિદી
476 
બ્રેન્ડન મેક્કુલમ
398
માર્ટિન ગુપ્ટિલ
383


આજના મેચની હાઈલાઈટ્સ

આજે વર્લ્ડકપ-2023ની 9મી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. અફઘાનિસ્તાને પહેલા ટોસ જીતીને બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન શાહિદીએ 80 રનની ઇનિંગ ધમાકેદાર ઇનિંગ રમી અને ઓમરઝાઇએ પણ 62 રનની ઇનિંગ સાથે એક સારો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે જવાબમાં ભારત તરફથી રોહિત શર્માએ 131 રનની ઇનિંગ રમી અને વિરાટ કોહલીએ પણ ફિફ્ટી ફટકારી હતી. જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બર્થડે બોય હાર્દિક પંડ્યાને બે વિકેટ ઝડપી હતી.


Google NewsGoogle News