Video: DRS લેવા રોહિત શર્માએ અપનાવી અનોખી સ્ટાઈલ, મોહમ્મદ શમી ખડખડાટ હસ્યો, ICCએ કહ્યું- 'રિવ્યૂ કેવી રીતે લેવો..
શાર્દુલે માર્નસ લાબુશેન સામે LBWની અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે ના પાડી
આ બાજુ કોમેન્ટેટર્સ પણ રોહિતની આ સ્ટાઈલ જોઈને હસવુ રોકી શક્યા નહોતા.
Image Social Media |
તા. 9 જૂન 2023, શુક્રવાર
WTC Finalના પહેલા દિલસે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ પર 327 રન બનાવી લીધા હતા. પહેલા દિવસની મેચ પુરી થવા પર હેડ 106 અને સ્મિથ 95 રન પર નોટઆઉટ રહ્યા હતા. અને બન્ને મળીને ચોથી વિકેટ માટે 251 રનની ભાગીદારીમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટ પર 73 રનનો સ્કોર કરી નોટઆઉટ રહ્યા હતા. ભારતની ટીમ અત્યાકર સુધી ભલે ટેસ્ટ મેચમાં બેકફુટ પર હોય, પરંતુ હજુ સુધી આશા પુરી થઈ નથી. ખરેખર જોઈએ તો બીજા દિવસે જો ભારતીય બોલરો પહેલા એક કલાકમાં 2 થી 3 વિકેટ લેવામાં સફળ રહ્યા તો ભારતીય ટીમ મેચમાં વાપસી કરી લેશે.
શાર્દુલે માર્નસ લાબુશેન સામે LBWની અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે ના પાડી
તો બીજી બાજુ કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ મેચમાં કાઈક એવું કર્યુ કે જેને જોઈને ભારતીય ફેન્સમાં ખુશીઓ જોવા મળતી હતી. વાસ્તવમાં, ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 18મી ઓવર દરમિયાન શાર્દુલે માર્નસ લાબુશેન સામે LBWની અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે ના પાડી દીધી હતી. આમ તો રોહિત શર્માએ DRS લેવાનો નિર્ણય કર્યો. પરંતુ જે અંદાજમાં રોહિતે DRS લેવાનો ઈશારો અમ્પાયરને કર્યો, તેમા મહેફિલ લૂંટી લીધી.
WTF ફાઇનલમાં કેપ્ટન રોહિતે DRS લેવા માટે અનોખી સ્ટાઈલ આપનાવી
સામાન્ય રીતે જોઈએ તો કેપ્ટન અમ્પાયર સામે જોઈને હાથથી DRS લેવાનું નક્કી કરતા હોય છે, પરંતુ WTF ફાઇનલમાં કેપ્ટન રોહિતે DRS લેવા માટે અનોખી સ્ટાઈલ આપનાવી હતી, જેમા હાથ પાછળ કરી DRS માટે ઈશારો કર્યો હતો. આ જોઈને અમ્પાયરના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ હતી. તો આ બાજુ બોલર મોહમ્મદ શમી પણ પોતાના કેપ્ટનની નવી સ્ટાઈલ જોઈને હસવાનું રોકી શક્યો નહોતો. અને આ બાજુ કોમેન્ટેટર્સ પણ રોહિતની આ સ્ટાઈલ જોઈને હસવુ રોકી શક્યા નહોતા.
ICCએ ઈન્સ્ટા પર આ વીડિયો શેર કર્યો
ICCએ આ વીડિયોને ઈન્સ્ટા પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું હતું કે, 'રિવ્યુ કેવી રીતે પૂછવામાં આવે છે....'ફેન્સ પણ રોહિતની આ સ્ટાઇલ જોઈ રિપ્લાય આપી રહ્યા છે. આ સાથે ફેન્સ જોરદાર કોમેન્ટ આપી રહ્યા છે.