Get The App

રોહિત શર્માથી થઈ મોટી ચૂક, સરફરાઝ મનાવતો રહ્યો પરંતુ કેપ્ટન માન્યા નહીં

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
રોહિત શર્માથી થઈ મોટી ચૂક, સરફરાઝ મનાવતો રહ્યો પરંતુ કેપ્ટન માન્યા નહીં 1 - image
Image:Social Media

Rohit Sharma Big Mistake : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગની શરૂઆત સારી રહી હતી. પરંતુ કુલદીપ યાદવના બે વિકેટ લેતા જ ઈંગ્લેન્ડના બેટરોનો ધબડકો થવા લાગ્યો હતો. લંચ સુધી ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાને 100 રન હતો. લંચ બાદ ભારતને ત્રીજી વિકેટ મળી હોત પરંતુ રોહિત શર્માએ એક મોટી ભૂલ કરી હતી. સરફરાઝ ખાન રોહિત શર્માને સમજાવતો રહ્યો પરંતુ કેપ્ટને તેની વાત ન સાંભળી હતી.

સરફરાઝ અને ગિલ રોહિતને રિવ્યુ લેવા માટે મનાવતા રહ્યા

જ્યારે ઈંગ્લેન્ડનો ઓપનિંગ બેટર ઝેક ક્રોલી 61 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે કુલદીપ યાદવના બોલ પર તેની સામે કેચની અપીલ કરવામાં આવી હતી. સરફરાઝ ખાન અને શુભમન ગિલ રોહિતને રિવ્યુ લેવા માટે મનાવવાનો ઘણો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા, પરંતુ રોહિતે રિવ્યુ લીધો ન હતો. ક્રોલી કુલદીપના બોલ પર ગ્લાન્સ શોટ રમવા માંગતો હતો, પરંતુ ચૂકી ગયો, ધ્રુવ જુરેલ તે કેચ પકડી શક્યો નહીં, પરંતુ બોલ સરફરાઝ ખાન તરફ ઉછળ્યો અને તેણે કેચ પકડી લીધો હતો. ત્યારબાદ અમ્પાયરે ક્રોલીને નોટઆઉટ આપ્યો હતો.

અલ્ટ્રા એડ્જમાં સ્પાઇક જોવા મળી

ધ્રુવને જુરેલને એટલો વિશ્વાસ ન હતો કે ક્રોલીના બેટની એડ્જ લાગી છે તેથી જ રોહિતે રિવ્યુ લીધો ન હતો. શુબમન ગિલ અને સરફરાઝ ખાન બંનેને વિશ્વાસ હતો કે ક્રોલીના બેટની એડ્જ લાગી છે. થોડા સમય પછી જ્યારે આ બોલનો રિપ્લે બતાવવામાં આવ્યો અને અલ્ટ્રાએડ્જમાં થોડી સ્પાઇક જોવા મળી, ત્યારે રોહિતને સમજાયું કે તેણે ભૂલ કરી છે અને તેણે સરફરાઝની સલાહ સ્વીકારવી જોઈતી હતી. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને આ રીતે ઝેક ક્રોલીને 61 રન પર જીવનદાન મળ્યું હતું.

રોહિત શર્માથી થઈ મોટી ચૂક, સરફરાઝ મનાવતો રહ્યો પરંતુ કેપ્ટન માન્યા નહીં 2 - image


Google NewsGoogle News