IND Vs SA : વિદેશમાં બેટિંગ કરવાનું સારી રીતે જાણે છે ટીમ ઈન્ડિયા, શરમજનક હાર બાદ રોહિત શર્મા બચાવમાં ઉતર્યા

સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતની શરમજનક હાર બાદ સિરીઝ જીતવાનું સપનું રોળાઈ ગયું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરીએ રમાશે

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
IND Vs SA : વિદેશમાં બેટિંગ કરવાનું સારી રીતે જાણે છે ટીમ ઈન્ડિયા, શરમજનક હાર બાદ રોહિત શર્મા બચાવમાં ઉતર્યા 1 - image
Image : IANS photo

India Vs South Africa : ભારતને દક્ષિણ આફ્રિકાએ બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ અને 32 રને હરાવ્યા બાદ ભારતીય બેટિંગ પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કેપ્ટન રોહિત શર્મા ભારતીય બેટરના બચાવમાં આવ્યા હતા અને કહ્યું હતું કે ભારતીય બેટરો વિદેશમાં કેવી રીતે બેટિંગ કરવી તે જાણે છે.

ટેસ્ટમાં હાર બાદ સિરીઝ જીતવાનું સપનું રોળાઈ ગયું

સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતની શરમજનક હાર બાદ ભારતનું સિરીઝ જીતવાનું સપનું રોળાઈ ગયું હતું. ભારતના બેટરો બંને ઈનિંગમાં એટલી ઓવર પણ ન રમી શક્યા જેટલી દક્ષિણ આફ્રિકા એક ઈનિંગમાં રમી હતી. આ પછી ફરી એકવાર મુદો ગરમાયો છે કે ભારતીય બેટરોનો વિદેશમાં ફ્લોપ શો થાય છે ત્યારે કેપ્ટન રોહિત શર્માએ ભારતીય બેટિંગનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ભારતીય બેટરો વિદેશમાં કેવી રીતે બેટિંગ કરવી તે જાણે છે અને ટીમ ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી છે ઈંગ્લેન્ડમાં સિરીઝને ડ્રો કરવામાં સફળ રહી છે. જો બેટરોએ સારુ પ્રદર્શન ન કર્યું હોત તો અમે વિદેશમાં સિરીઝ જીતવામાં સફળ ન થઈ શક્યા હોત. એવું બિલકુલ ન કહી શકાય કે અમારા બેટરોને વિદેશમાં બેટિંગ કરતા નથી આવડતું.

અમારા પરફોર્મન્સમાં સુધારો કરવાની જરુર : રોહિત શર્મા

આ ઉપરાંત રોહિત શર્માએ ટીમના પરફોર્મન્સમાં સુધારાનો પણ દાવો કર્યો છે અને વધુમાં કહ્યું કે કેટલીક વાર તમને આવું ખરાબ પરફોર્મન્સ જોવા મળે છે. આવું ત્યારે જ બને છે જ્યારે વિરોધી ટીમ વધુ સારી રીતે રમી હોય અને મેચ જીતી હોય. અમારે પણ અમારા પરફોર્મન્સમાં સુધારો કરવાની જરુર છે. રોહિત શર્મા વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પહેલી વાર મેદાન પર આવ્યા હતા, પરંતુ પ્રથમ ટેસ્ટમાં બેટ વડે કઈ ખાસ ન કરી શક્યા હતા અને બંને ઈનિંગમાં ફક્ત 5 રન કર્યા હતા. ભારત તરફથી ટેસ્ટમાં કે એલ રાહુલ અને વિરાટ કોહલી જ એવા બેટર હતા જેમણે દક્ષિણ આફ્રિકાના ધારદાર બોલિંગ આક્રમણ સામે ટકી રહેવાની હિંમત બતાવી હતી. હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરીએ રમાશે.

IND Vs SA : વિદેશમાં બેટિંગ કરવાનું સારી રીતે જાણે છે ટીમ ઈન્ડિયા, શરમજનક હાર બાદ રોહિત શર્મા બચાવમાં ઉતર્યા 2 - image


Google NewsGoogle News