'યાર, આને આઉટ કોણ કરશે, હું બોલિંગ કરવા આવું કે...' રોહિતની વધુ એક વાતચીત સ્ટમ્પ માઈકમાં કેદ
India vs Australia Test Series: ઓસ્ટ્રેલિયા સાથે રમાઈ રહેલી બોક્સિંગ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને ઓલઆઉટ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 474 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કંઈક એવું કહ્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રોહિત શર્માનો વીડિયો વાયરલ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ તેના ફની સ્વભાવ માટે જાણીતા છે. જ્યારે તે કોઈ પણ સવાલનો જવાબ પોતાની સ્ટાઈલમાં આપે છે તો ચાહકોને તે ખૂબ જ પસંદ આવે છે. મેદાન પર પણ તે આવી પ્રતિક્રિયાઓ આપે છે જે ખૂબ વાયરલ થાય છે. હવે મેલબોર્નમાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ હસીને હસી પડશો. તે રવિન્દ્ર જાડેજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે રમૂજી ટિપ્પણીઓ કરી હતી, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહે છે કે, 'યાર, આને આઉટ કોણ કરશે, હું બોલિંગ કરવા આવું કે' આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રોહિત શર્મા 3 રન બનાવીને આઉટ
મેલબોર્ન ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને 474 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતર્યું હતું. છેલ્લી બે મેચોથી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહેલો રોહિત શર્મા આ મેચમાં ઓપનિંગમાં આવ્યા હતા. પરંતુ, તે આવતાની સાથે જ બીજી ઓવરમાં માત્ર 3 રન બનાવીને પેટ કમિન્સના બોલ પર તેની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતને પહેલો ઝટકો રોહિતના રૂપમાં 8/1ના સ્કોર પર લાગ્યો હતો.