World Cup 2023 : રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે, સચિન તેંડુલકરને પાછળ છોડવાનો મોકો

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચોની સિરીઝની અંતિમ મેચમાં રોહિત શાનદાર 81 રનની ઇનિંગ રમી હતી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે, સચિન તેંડુલકરને પાછળ છોડવાનો મોકો 1 - image


World Cup Record : વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવામાં માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્તાના રોહિત શર્મા વર્લ્ડ કપમાં એક મોટી સિદ્ધિ મેળવી શકે છે. રોહિત ક્રિકેટ(Rohit Sharma Hit Most Hundreds In ODI World Cup)ના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરથી વનડે વર્લ્ડ કપમાં સદી ફટકારવાના મામલે આગળ નીકળી શકે છે. આ રેકોર્ડ તોડવાથી રોહિત માત્ર એક સદી પાછળ છે. વનડે વર્લ્ડ કપમાં રોહિત શર્માના નામે 6 સદી છે, જયારે ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના નામે પણ વર્લ્ડ કપમાં 6 સદી છે. આવી સ્થિતિમાં રોહિત પાસે સચિનથી આગળ નીકળવાની સારી તક હશે.

વર્લ્ડ કપમાં રોહિતે 978 રન બનાવ્યા

રોહિત શર્માએ અત્યાર સુધી બે વનડે વર્લ્ડ કપ રમ્યા છે. વનડે વર્લ્ડ કપ 2015 અને 2019માં તે ભારતીય ટીમનો ભાગ હતો. આ દરમિયાન તેણે કુલ 17 મેચોમાં 65.20ના સરેરાશ અને 95.97ના સ્ટ્રાઈક રેટથી 978 રન બનાવ્યા હતા. આ 17 મેચોમાં રોહિતે 23 છગ્ગા પણ ફટકાર્યા હતા. વર્લ્ડ કપમાં રોહિતનો સર્વોચ્ચ સ્કોર 140 રન છે. આ ઉપરાંત વર્લ્ડ કપમાં 1000 રન બનાવનાર બેટ્સમેનની લિસ્ટમાં પણ તેનું નામ સામેલ થઇ શકે છે.

રોહિતે છેલ્લી 8 વનડે મેચોમાં 4 ફિફ્ટી ફટકારી

રોહિત શર્માની ફોર્મ જોતા કહી શકાય છે કે તે આ વર્લ્ડ કપમાં સદી ફટકારવાના મામલે સૌથી આગળ નીકળી શકે છે. રોહિતે છેલ્લી 8 વનડે મેચોમાં 4 ફિફ્ટી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચોની સિરીઝની અંતિમ મેચમાં રોહિત શાનદાર 81 રનની ઇનિંગ રમી હતી.

  World Cup 2023 : રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે, સચિન તેંડુલકરને પાછળ છોડવાનો મોકો 2 - image


Google NewsGoogle News