Get The App

અનેક ખેલાડીઓને ટીમની બહાર કરવાની તૈયારીમાં રોહિત શર્મા? નવા ખેલાડીઓને સામેલ કરવા મુદ્દે આપ્યું મોટું નિવેદન

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
Rohit Sharma


Rohit Sharma On India Vs Sri Lanka ODI Series : શ્રીલંકા સામેની વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ વનડે મેચ ટાઈ થયા બાદ ટીમ ઈન્ડિયા કોલંબોમાં રમાયેલી છેલ્લી બે વનડે મેચ હાર થવાથી પરિણામે સીરિઝ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે વિરાટ અને રોહિત જેવા ખેલાડીઓ આ સીરિઝમાં હોવા છતાં ટીમ ઈન્ડિયાની 27 વર્ષ પછી શ્રીલંકા સામે હાર થઈ છે. વનડેની આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાની હાર થવાથી કેપ્ટન રોહિત શર્મા ઘણો ગુસ્સે દેખાઈ રહ્યો છે. તેણે સ્વીકાર્યું હતું કે, ટીમના ખેલાડીઓ સ્પિન ફ્રેન્ડલી વિકેટો પર સારી બેટિંગ કરી શક્યા ન હતા. રોહિતે ત્યાં સુધી કહ્યું કે, 'ટીમ ઈન્ડિયામાં નવા ખેલાડીઓની પસંદગી કરવા માટે ક્યારેય પાછળ નહીં રહે.'

આ પણ વાંચો : આ ખેલાડીએ કોહલી પર ગુસ્સે થઈ હેલ્મેટ ફેંકી હતી, સીરિઝ ખતમ થયા પછી જર્સી માંગી

શું રોહિત ટીમ ઈન્ડિયામાં નવા ખેલાડીઓ લાવશે?

રોહિતે કહ્યું કે, 'શ્રીલંકાની સ્પિન ફ્રેન્ડલી પિચ પર ભારતીય ટીમના ખેલાડીઓ સતત બહાદુરીથી રમી શક્યા નથી. આપણે એ વિચારવાની જરૂર છે કે કયા ખેલાડીઓ કઈ સ્થિતિમાં રમી શકે છે. આપણે વિચારવાની જરૂર છે કે આવી પીચો પર કયા ખેલાડીઓ રમી શકે છે, પરંતુ તમારે મોકો આપવાની પણ જરૂર છે. કારણ કે એક કે બે મોકો આપવાની સામે સારું પ્રદર્શન કરવું સરળ નથી. આ એક ખરાબ સીરિઝ હતી અને આપણે તેને સ્વીકારવી પડશે.'

ભારતીય ખેલાડીઓમાં વ્યક્તિગત યોજનાનો અભાવ

રોહિતનું એવુ માનવું છે કે, ભારતીય ખેલાડીઓમાં વ્યક્તિગત યોજનાનો અભાવ છે. રોહિતે કહ્યું કે, 'આવી પીચ પર આપણે પહેલા પણ રમ્યાં છીએ, પહેલા પણ બોલ ભમ્યો છે. આ દરમિયાન ખેલાડીઓ નેટ્સ પર ખાસી ટ્રેનિંગ કરવાની સાથે અલગ-અલગ શોટ્સ રમવાની કોશિશ કરતાં નજર આવ્યાં છે, પરંતુ આપણે લય જાળવવાની કળા જાણવી જરૂરી છે. આપણે ત્રણ વખત નિષ્ફળ ગયા, અમે પ્રથમ વનડે મેચ જીતી શક્યા હોત.'

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્પિનરો સામે પત્તાનાં મહેલની જેમ બેટરો ધરાશાયી


Google NewsGoogle News