સેહવાગનો નંબર 1 તાજ છીનવાઈ જશે, ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ હીટર જ રેકોર્ડ તોડવાની નજીક

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
સેહવાગનો નંબર 1 તાજ છીનવાઈ જશે, ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ હીટર જ રેકોર્ડ તોડવાની નજીક 1 - image

Record Of Most Sixes In Test Cricket : 19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થઈ રહી છે. પહેલી મેચ શુક્રવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે રમાશે. જેના માટે રોહિત શર્મા, કોહલી સહિત ભારતીય ટીમ પહોંચી ગઈ છે. ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સાથે નવા બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને સહાયક કોચ અભિષેક નાયર પણ ટીમ સાથે સ્થાન પર પહોંચી ગયા હતા. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન રોહિત શર્મા પાસે વીરેન્દ્ર સેહવાગનો સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડવાનો મોકો હશે.

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ સીરિઝમાં 5 છગ્ગા ફટકારવામાં સફળ રહેશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય બની જશે. હાલમાં ભારતીય બેટર દ્વારા ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગે 104 મેચમાં 91 છગ્ગા ફટકાર્યા છે. જયારે રોહિતે 59 મેચમાં 87 છગ્ગા ફટકાર્યા છે. આ યાદીમાં ત્રીજા સ્થાને સ્ટાર ક્રિકેટર એમએસ ધોની સ્થાન ધરાવે છે. જેણે 90 મેચમાં 78 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય જો રોહિત આગામી ટેસ્ટ સીરિઝમાં 13 છગ્ગા ફટકારવામાં સફળ રહેશે તો ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા મારનાર પહેલો ભારતીય બની જશે.

આગામી સમયમાં ભારતે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ અને ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચ રમવાની છે, ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની સીરિઝ રમશે. જો ભારતીય ટીમ આ 10 મેચમાંથી 5 ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહેશે તો ટીમ સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી શકે છે. આ સીરિઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો એક ભાગ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. તેણે અત્યાર સુધીમાં 620 છગ્ગા ફટકાર્યા છે, અને 600+ છગ્ગા મારનાર તે વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. રોહિતે વનડેમાં 331 છગ્ગા ફટકારયા છે, જે કોઈપણ ભારતીય દ્વારા સૌથી વધુ છે. આ સિવાય તેણે T20માં 205 છગ્ગા ફટકાર્યા હતા.

સેહવાગનો નંબર 1 તાજ છીનવાઈ જશે, ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ હીટર જ રેકોર્ડ તોડવાની નજીક 2 - image


Google NewsGoogle News