'અરે ભાઇ, હું ક્યાંય નથી જવાનો...', સંન્યાસની ચર્ચા વચ્ચે રોહિતે ટીમથી બહાર બેસવાનો ફોડ પાડ્યો
Rohit Sharma on Retirement: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે આગામી દિવસો માટે તેમની શું યોજના હશે તે અંગે પણ સ્પષ્ટતા કરી છે. રોહિતે એ પણ જણાવ્યું કે તેણે સિડનીમાં બહાર બેસવાનું કેમ નક્કી કર્યું. રોહિતે કહ્યું કે તે અત્યારે ક્રિકેટ છોડીને ક્યાંય જઈ રહ્યો નથી.
શું ખુલાસો કર્યો રોહિતે?
આજે એક જાણીતા મીડિયા સાથે વાત કરતી વખતે, રોહિતે સ્પષ્ટ કર્યું કે તે અત્યારે ક્રિકેટ છોડીને ક્યાંય જઈ રહ્યો નથી. રોહિત શર્માએ કહ્યું, 'હું જલ્દી નિવૃત્તિ લેવાનો નથી. મેં આ મેચમાંથી માત્ર એટલા માટે ખસી જવાનો નિર્ણય લીધો કારણ કે મારાથી રન નહોતા બની રહ્યા. હું સખત મહેનત કરીશ અને ફરી પુનરાગમન કરીશ. અત્યારે રન નથી બની રહ્યા, પરંતુ 5 મહિના પછી પણ રન નહીં બને તેની કોઈ ગેરંટી નથી.
સિડની ટેસ્ટમાંથી કેમ બહાર રહ્યો?
આ દરમિયાન રોહિતે સ્પષ્ટ કર્યું કે સિડની ટેસ્ટમાંથી ખસી જવાનો નિર્ણય મારો પોતાનો હતો, હું અહીં (સિડની) આવ્યો અને તે અંગે કોચ (ગૌતમ ગંભીર) અને મુખ્ય પસંદગીકાર (અજિત અગરકર)ને જાણ કરી હતી. આ વાતચીત દરમિયાન જતી વખતે તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે હું ક્યાંય જઈ રહ્યો નથી. રોહિતે કહ્યું- અરે ભાઈ હું ક્યાંય નથી જતો.