Get The App

રિટાયર થવાના સવાલ પર રોહિત શર્માનું મોટું નિવેદન, રાહુલ અને પંડ્યાના કર્યા વખાણ

Updated: Mar 10th, 2025


Google News
Google News
રિટાયર થવાના સવાલ પર રોહિત શર્માનું મોટું નિવેદન, રાહુલ અને પંડ્યાના કર્યા વખાણ 1 - image


Rohit Sharma on Retirement: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું છે. આ જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાના રિટાયરના સવાલ પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જેવું ચાલી રહ્યું છે એવું જ ચાલતું રહેશે.

'કોઈ અફવા ન ફેલાવે...'

કેપ્ટન રોહિત શર્માએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ વનડે ફોર્મટ પણ છોડવાના નથી. 37 વર્ષના રોહિત શર્માએ મેચ બાદ રિટાયર થવાના સવાલ પર કહ્યું કે, 'કોઈ ફ્યૂચર પ્લાન નથી. જેવું ચાલી રહ્યું છે ચાલશે. હું આ ફોર્મેટ (વનડે)થી રિટાયર નથી થઈ રહ્યો. કોઈ અફવા ન ફેલાવે.'

હિટમેન રોહિત શર્માએ ફાઈનલ મેચમાં 41 બોલમાં ફિફ્ટી ફટકારી. મેચમાં કેપ્ટન રોહિત 83 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો. પોતાની ઈનિંગમાં તેણે કુલ 3 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા. રોહિતને રચિન રવીન્દ્રએ આઉટ કર્યો. તેમણે રોહિતને વિકેટકીપર ટોમ લેથમના હાથે સ્ટમ્પિંગ આઉટ કરાવ્યો.

રોહિત શર્માએ કેએલ રાહુલ અને પંડ્યાના કર્યા વખાણ

કેપ્ટન રોહિતે ફાઇનલ પછી કહ્યું કે, 'હું તે તમામનો આભાર માનું છું, જેમણે અહીં અમારું સમર્થન કર્યું. આ અમારું હોમ ગ્રાઉન્ડ નથી, પણ તેમણે તેને અમારું હોમ ગ્રાઉન્ડ બનાવી દીધું. અમને રમતા જોવા અને અમને જીત અપાવવા માટે અહીં આવેલા ચાહકોની સંખ્યા સંતોષકારક હતી. જ્યારે તમે આવી પિચ પર રમી રહ્યા હોઈએ છીએ, ત્યારે ઘણી અપેક્ષાઓ હોય છે. અમે તેમની શક્તિઓને સમજીએ છીએ અને તેનો લાભ લઈએ છીએ.'

રોહિતે કહ્યું, 'તેનું (કેએલ રાહુલ) મન ખૂબ જ મજબૂત છે. તે ક્યારેય પ્રેશરથી ચિંતામાં મૂકાતો નથી. એટલા માટે અમે તેને મિડલ ઓર્ડરમાં રાખવા માંગતા હતા. જ્યારે તે બેટિંગ કરે છે અને સ્થિતિના હિસાબથી યોગ્ય શોટ રમે છે, ત્યારે તે હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેનોને મુક્તપણે રમવાની સ્વતંત્રતા આપે છે.

રોહિત કહે છે, 'જ્યારે અમે આવી પીચો પર રમીએ છીએ, ત્યારે અમે ઇચ્છીએ છીએ કે બેટ્સમેન કંઈક અલગ કરે. તેણે (વરુણ ચક્રવર્તીએ) ટૂર્નામેન્ટમાં અમારા માટે શરૂઆત સારી નહોતી કરી, પરંતુ જ્યારે તેઓ ન્યૂઝીલેન્ડ સામે રમ્યાં અને 5 વિકેટ લીધી, ત્યારે અમે તેનો મહત્તમ ઉપયોગ કરવા માંગતા હતા. તેની બોલિંગમાં ઉત્તમ ગુણવત્તા છે. હું ચાહકોનો ખૂબ આભારી છું.


'આપણે આ રમત જે રીતે રમ્યા...'

રોહિત શર્માએ ફાઇનલમાં પોતાની વિસ્ફોટક બેટિંગ વિશે કહ્યું, 'ખરેખર સારું લાગે છે. અમે આખી ટૂર્નામેન્ટ દરમિયાન ખૂબ સારું રમ્યા. અમે આ રમત જે રીતે રમ્યા તેનાથી હું ખૂબ ખુશ છું. તે મારા માટે સ્વાભાવિક નથી, પરંતુ તે કંઈક એવું છે જે હું ખરેખર કરવા માંગતો હતો. જ્યારે તમે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે તમને ટીમના સમર્થનની જરૂર હોય છે અને તેઓ મારી સાથે હતા.

રોહિતે વધુમાં કહ્યું, 'હું વર્ષોથી અલગ શૈલીમાં રમ્યો છું. હું જોવા માંગતો હતો કે શું આપણે અલગ રીતે રમીને પરિણામો મેળવી શકીએ છીએ. અહીં થોડી ઇનિંગ્સ રમ્યા પછી તમને પિચનો સ્વભાવ સમજાય છે. બેટિંગ કરતી વખતે મારા પગનો ઉપયોગ કરવો એ હું ઘણા સમયથી કરી રહ્યો છું. હું આઉટ પણ થયો છું, પણ હું ક્યારેય તેનાથી દૂર જોવા માગતો નહોતો.'

Tags :
Rohit-SharmaICC-Champions-Trophy-2025

Google News
Google News