World Cup 2023 : હિટમેનના નામે વધુ એક માઈલસ્ટોન, વર્લ્ડ કપમાં આવું કરનાર પહેલો ભારતીય કેપ્ટન
રોહિતે ODI World Cup 2023માં 24 છગ્ગા અને 58 ચોગ્ગા ફટકાર્યા છે
Image:IANS |
World Cup 2023 IND vs NED : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દરેક મેચમાં ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપી હતી. રોહિતે નેધરલેન્ડ્સ સામે રમાયેલી અંતિમ લીગ મેચમાં 54 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ સાથે જ રોહિતે ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રોહિતે ODI World Cup 2023માં 500 રનનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ રોહિત 500 રન(Rohit Sharma Becomes The First Indian Captain To Score 500 Runs In A Single Edition Of World Cup)નો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે.
રોહિતે આ વર્લ્ડ કપમાં 24 છગ્ગા અને 58 ચોગ્ગા ફટકાર્યા
રોહિતે ODI World Cup 2023માં અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે જેમાં તેણે 55.88ના એવરેજ અને 121.49 ના સ્ટ્રાઈક રેટથી 503 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિતે 1 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે. રોહિતે આ વર્લ્ડ કપમાં 24 છગ્ગા અને 58 ચોગ્ગા પણ ફટકાર્યા છે. રોહિત ODI World Cup 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની લીસ્ટમાં ચોથા નંબરે છે. આ ઉપરાંત રોહિતે આ વર્લ્ડ કપમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
રોહિતે કરી સચિનની બરોબરી
રોહિત શર્માએ વર્લ્ડ કપની બે સિઝનમાં 500થી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. રોહિત શર્મા પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો. રોહિત શર્માએ ODI World Cup 2019માં સૌથી વધુ 648 રન બનાવ્યા હતા અને હવે આ વર્લ્ડ કપમાં પણ તેણે 500થી વધુ રન બનાવ્યા છે. આથી રોહિતે વર્લ્ડ કપમાં બે વખત 500 રનનો આંકડો પાર કરવાના મામલે સચિન તેંડુલકરની બરોબરી કરી લીધી છે.