IND vs AFG: રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો
રોહિત શર્મા અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી T20I મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્ષ 2007માં T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું
Image:File Photo |
Most International T20I : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં T20I સીરિઝની બીજી મેચ રમાઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ રોહિતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. રોહિત શર્મા 150 T20I મેચ રમનાર પહેલો ક્રિકેટર બની ગયો છે.
વર્ષ 2007માં T20I ડેબ્યૂ કર્યું હતું
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્ષ 2007માં T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. જે ભારતીય ટીમે T20 World Cup 2007 જીત્યો હતો, રોહિત શર્મા તે ભારતીય ટીમનો ભાગ હતો. રોહિત શર્માએ 149 T20I મેચોમાં 139.15ના સ્ટ્રાઈક રેટ અને 30.58ની એવરેજથી 3853 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં રોહિત શર્માના નામે 4 સદી છે. આ સિવાય 29 ફિફ્ટી તેના નામે છે.
બીજી મેચમાં પણ રોહિત શૂન્ય પર આઉટ
ગઈકાલે ઈન્દોરમાં અફઘાનિસ્તાન સામેની બીજી T20I મેચમાં રોહિત શર્મા ફરી એકવાર શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. તે પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. ફઝલહક ફારુકીએ તેને પેવેલિયન મોકલ્યો. આ સીરિઝની પ્રથમ મેચમાં પણ રોહિત ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. બેક ટુ બેક શૂન્ય પર આઉટ થવાને કારણે તે T20I ક્રિકેટમાં શરમજનક રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે. આ સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ છે.
Back to Back Duck for Rohit Sharma 🤣🤣🤣#INDvAFG pic.twitter.com/5zrIVUjwJG
— Nikhil Raj (@raj3_nikhil) January 14, 2024
પોલ સ્ટર્લિંગના નામે આ શરમજનક રેકોર્ડ
રોહિત શર્મા અત્યાર સુધી T20Iમાં 12 વખત શૂન્ય પર આઉટ થયો છે. તે હવે ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના મામલે બીજા ક્રમે આવી ગયો છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ પ્રથમ સ્થાને છે. પોલ 13 વખત શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવી ચૂક્યો છે. આવી સ્થિતિમાં રોહિત T20I ક્રિકેટમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થવાના અનિચ્છનીય રેકોર્ડની ખૂબ નજીક આવી ગયો છે.