મુંબઈ ઈન્ડિયન્સની બસનો ડ્રાઈવર બન્યો આ સ્ટાર ક્રિકેટર, ટીમ માટે ફેન્સની ભીડ પણ હટાવી

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
મુંબઈ ઈન્ડિયન્સની બસનો ડ્રાઈવર બન્યો આ સ્ટાર ક્રિકેટર, ટીમ માટે ફેન્સની ભીડ પણ હટાવી 1 - image
Image Social  Media 

Rohit sharma becomes bus driver: મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સોશિયલ મીડિયા પર તેના ફની ઓડિયો કે વીડિયોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં ફરી રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા બસનું સ્ટિયરિંગ પકડેલો જોવા મળે છે. રોહિત શર્માને નવા લુકમાં જોઈને ચાહકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ આપી રહ્યા છે.

રોહિત શર્મા 5 વખત આઈપીએલનો ખિતાબ જીતી ચુક્યો છે

મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 વખત આઈપીએલનો ખિતાબ જીતનાર રોહિત શર્મા આ વખતે માત્ર એક ખેલાડી તરીકે રમવા ઉતર્યો છે. ટીમ મેનેજમેન્ટે તેની જગ્યાએ હવે હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપની જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ભલે આ દિગ્ગજ ખેલાડી હવે ટીમની કમાન નથી સંભાળી રહ્યો, પરંતુ મેદાન પર તેનો અંદાજ આજે પણ પહેલા જેવો છે. દિનેશ કાર્તિકને તેની મજાકની સ્ટાઈલનો એક વીડિયો થોડા દિવસો પહેલા જ વાયરલ થયો હતો. તો હવે તે મુંબઈ ઈન્ડિયન્સની બસ ચલાવતો જોવા મળી રહ્યો છે.

રોહિત શર્મા બન્યો બસ ડ્રાઈવર

14 એપ્રિલ રવિવારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચ રમવા માટે સ્ટેડિયમ પહોંચી હતી. એક દિવસ પહેલાનો આ વીડિયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રોહિત શર્માએ અહીં બસ ડ્રાઈવરની સીટ ખાલી જોતા તરત જ એ જગ્યા પર પોતાનો કબજો જમાવી દીધો હતો. તે ટીમને બસમાં ક્યાં લઈ જવાનો હતો તે તો ખબર નથી, પરંતુ તે ચોક્કસપણે ડ્રાઇવરની સીટ પર બેઠેલો જોવા મળી રહ્યો છે. વધુમાં બસની સામે મુંબઈના પ્રશંસકોની ભીડ જમા હતી તેને હટવા માટે ઈશારો પણ કરતાં જોવા મળે છે.   બસની ડ્રાઈવિંગ સીટ પર પોતાના મનપસંદ ખેલાડીને જોઈને તેના ચાહકોએ ફોટો અને વીડિયો લેવાનું શરુ કરી દીધુ હતું. તો સામે રોહિત શર્મા પણ તેના મોબાઈલથી વીડિયો બનાવતો જોવા મળી રહ્યો છે.



Google NewsGoogle News