IND vs SL: રોહિત શર્માએ તોડ્યો વોર્નરનો રેકોર્ડ, બન્યો ઓપનર તરીકે સૌથી ઝડપી 15 હજાર રન બનાવનાર બીજો ખેલાડી
IND vs SL: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની પહેલી વનડે મેચમાં ઓપનર તરીકે 15,000 રન પૂરા કર્યા. રોહિત ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15,000 રન કરનાર ભારતનો ત્રીજો બેટર બની ગયો છે. આ સાથે જ તે ઓપનર તરીકે 15,000 રન બનાવનાર બીજો સૌથી ઝડપી બેટર બની ગયો છે.
રોહિતે તોડ્યો ડેવિડ વોર્નરનો રેકોર્ડ
શ્રીલંકા સામેની વનડે સીરિઝમાં રોહિત શર્માએ પોતાની 352મી ઇનિંગ્સ રમતા ઓપનર તરીકે 15000 રન પૂરા કર્યા હતા. તેણે ડેવિડ વોર્નરનો આ ખાસ રેકોર્ડ તોડી નાખ્યો છે જેમાં ડેવિડે 361 ઇનિંગ્સમાં 15000 રન પૂરા કર્યા હતા. હવે રોહિત ઓપનર તરીકે સૌથી ઝડપી 15,000 રન પૂરા કરનાર વિશ્વનો બીજો ઝડપી બેટર બની ગયો છે. જ્યારે વોર્નર પોતાનું સ્થાન ગુમાવતા ત્રીજા સ્થાને સરકી ગયો છે. આ યાદીમાં પહેલું સ્થાન સચિન તેંડુલકરનું છે જેણે 331 ઇનિંગ્સ રમીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
ઓપનર તરીકે સૌથી ઝડપી 15000 રન કરનાર બેટર
331 – સચિન તેંડુલકર
352 – રોહિત શર્મા
361 – ડેવિડ વોર્નર
363 – વીરેન્દ્ર સેહવાગ
368 – ગ્રીમ સ્મિથ
374 – એલિસ્ટર કૂક
રોહિતે ઓપનર તરીકે 15,000 રન પૂરા કર્યા
રોહિત શર્માએ ઓપનર તરીકે 15,000 રન પૂરા કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું કરનારો ત્રીજો ભારતીય બેટર બની ગયો છે. રોહિતે પહેલા આ કારનામું વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરે ભારત માટે કરી ચૂક્યા છે. ભારત તરફથી ઓપનર તરીકે સેહવાગે સૌથી વધુ રન બનાવ્યા છે જ્યારે સચિન બીજા અને રોહિત ત્રીજા ક્રમે છે.
ભારતીય ઓપનર તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન કરનાર બેટર
16119 રન – વીરેન્દ્ર સેહવાગ
15335 રન – સચિન તેંડુલકર
15,000 રન – રોહિત શર્મા
12258 રન – સુનીલ ગાવસ્કર
10867 રન – શિખર ધવન