IND vs AFG : રોહિત શર્માએ રિકી પોન્ટિંગનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આવું કરનાર સૌથી વરિષ્ઠ કેપ્ટન બન્યો

રોહિતે 84 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ની મદદથી 131 રન બનાવ્યા હતા

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
IND vs AFG : રોહિત શર્માએ રિકી પોન્ટિંગનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આવું કરનાર સૌથી વરિષ્ઠ કેપ્ટન બન્યો 1 - image
Image:File Photo

World Cup 2023 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી ODI World Cup 2023ની 9મી મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રોહિતે 84 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ની મદદથી 131 રન બનાવ્યા હતા. આ રોહિતના ODI World Cup કરિયરની 7મી સદી હતી. આ સાથે રોહિતે સચિનનો ODI World Cupમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડ્યો હતો. આ ઉપરાંત રોહિતે ગેલના 553 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ ઉપરાંત રોહિતે તેના નામે અન્ય એક રેકોર્ડ પણ કર્યો હતો. રોહિત ODI World Cupના ઈતિહાસ(Rohit Sharma Became The Oldest Captain To Hit Century In Odi World Cup)માં સદી ફટકારનાર સૌથી વરિષ્ઠ કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માએ આ મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે.

રિકી પોન્ટિંગથી આગળ નીકળ્યો રોહિત

રોહિત શર્માએ 36 વર્ષ 164 દિવસની ઉંમરે અફઘાનિસ્તાન સામે શાનદાર 131 રન બનાવ્યા હતા. આ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે હતો. પોન્ટિંગે ODI World Cup 2011માં 36 વર્ષ 59 દિવસની ઉંમરે ભારત સામે સદી ફટકારી હતી. આ લિસ્ટમાં ત્રીજા નંબરે વિવ રિચર્ડ્સ છે જેણે વર્ષ 1987માં 35 વર્ષ 220 દિવસની ઉંમરે શ્રીલંકા સામે સદી ફટકારી હતી.ચોથા નંબરે દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસી છે. તેણે ODI World Cup 2019માં 34 વર્ષ 358 દિવસની ઉંમરે ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી.

રોહિતે બનાવ્યો અનોખો રેકોર્ડ 

રોહિતના નામે ODI World Cupનો વધુ એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરતા રોહિતે ODI World Cupમાં સૌથી વધુ સદી ફટકારી છે. રોહિતે ત્રણ વખત સફળતાપૂર્વક રન ચેઝ કરતા સદી ફટકારી છે. રોહિતે આ મામલે ગોર્ડન ગ્રીનિજ, રમીઝ રાજા અને સ્ટીફન ફ્લેમિંગને પાછળ છોડી દીધો છે. આ ત્રણેયના નામે બે-બે સદી છે.

IND vs AFG : રોહિત શર્માએ રિકી પોન્ટિંગનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આવું કરનાર સૌથી વરિષ્ઠ કેપ્ટન બન્યો 2 - image


Google NewsGoogle News