VIDEO | 'યાર, વીરુ પહેલા પણ બે વખત '0' પર આઉટ...' રોહિત શર્મા અને અમ્પાયર વચ્ચેનો કિસ્સો કેમેરામાં કેદ
રોહિત શર્માએ 69 બોલમાં અણનમ 121 રનની શાનદાર ઇનિંગ રમી હતી
Image:File Photo |
Rohit Sharma Chat With Umpire Virendra Sharma : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20I મેચ દરમિયાન અમ્પાયર વીરેન્દ્ર શર્મા સાથે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની રમૂજી વાતચીત સ્ટમ્પ માઈક પર કેદ થઈ હતી. અફઘાનિસ્તાન સામેની આ T20 મેચમાં રોહિત શર્માએ ચોગ્ગા સાથે ખાતું ખોલ્યું હતું, પરંતુ અમ્પાયરે તેને લેગ બાય જાહેર કર્યો હતો. આ કારણે રોહિત શર્મા થોડો નાખુશ દેખાયો, પરંતુ મજાકના મૂડમાં અમ્પાયર સાથે દલીલ કરતી વખતે તેણે કહ્યું “યાર છેલ્લી બે મેચમાં પણ મારું ખાતું ખુલ્યું ન હતું અને અહીં પણ પ્રથમ ચોગ્ગો થાઈ પેડથી આપ્યો.”
રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી
અફઘાનિસ્તાન સામે રમાયેલી 3 મેચની T20I સીરિઝ દરમિયાન ભારતીય ટીમમાં લાંબા સમય બાદ પરત ફરનાર કેપ્ટન રોહિત શર્મા 2 મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો અને બેંગલુરુમાં તે છાપ છોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તેણે એવું કર્યું પણ હતું. તેણે ગઈકાલે રમાયેલી મેચમાં શાનદાર 121 રનની ઇનિંગ રમી હતી. પરંતુ રોહિત તે સમયે અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો જયારે પહેલી ઓવરમાં ફરીદ અહેમદના બીજા બોલ પર રોહિતે બાઉન્ડ્રી ફટકારી હતી. પરંતુ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ આ ચોગ્ગાને લેગ બાય જાહેર કર્યો હતો. ત્યારબાદ રોહિતે અમ્પાયરને આ વિશે પૂછ્યું પણ હતું.
એક તો અહીં બે ઝીરો થઇ ગયા- રોહિત શર્મા
બીજી ઓવર શરૂ થતા પહેલા રોહિતે અમ્પાયર વીરેન્દ્ર શર્માને પૂછ્યું કે શું તેણે પહેલા ચોગ્ગાને લેગ બાય તરીકે આપ્યો હતો. તેણે પૂછ્યું, "અરે વીરુ, શું તમે પહેલા બોલ થાઈ પેડ (લેગ-બાય) આપ્યો?" આ પછી, જ્યારે અમ્પાયરનો અવાજ આવે છે, ત્યારે રોહિત શર્મા કહે છે, "આટલું મોટું એડ્જ વાગ્યું ભાઈ. એક તો અહીં બે ઝીરો થઇ ગયા." રોહિતે સંકેત આપ્યો કે પ્રથમ બે મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો ન હતો અને હવે અમ્પાયરે બાય તરીકે ચોગ્ગો આપ્યો. રોહિત શર્માએ ત્રીજી ઓવરમાં ચોગ્ગો ફટકારીને તેની ઇનિંગની પ્રથમ બાઉન્ડ્રી મેળવી હતી.