IND vs SA : રોહિતે ટીમ પર ઉઠી રહેલા સવાલોના આપ્યા જવાબ, પ્રેક્ટિસ મેચ ન રમવાનું જણાવ્યું કારણ
પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો
બીજી ટેસ્ટ મેચ કેપ ટાઉન ખાતે 3 જાન્યુઆરીથી શરુ થશે
image:File Photo |
IND vs SA 2nd Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમને એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝની બીજી મેચ 3 જાન્યુઆરીથી કેપ ટાઉન ખાતે રમાનાર છે. આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ સારો નથી. અહિંયા ભારતીય ટીમ આજ સુધી એકપણ ટેસ્ટ મેચ જીતી શકી નથી.
રોહિત પ્રેક્ટિસ મેચ ન રમવાનું જણાવ્યું કારણ
સેન્ચુરિયન ટેસ્ટમાં મળેલી હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પત્રકારોએ સવાલ કર્યા હતા જેના રોહિતે ઈમાનદારીથી જવાબ આપ્યા હતા. રોહિતને પૂછવામાં આવ્યું હતું કે ભારતીય ટીમ ફર્સ્ટ ક્લાસ ટીમ સાથે પ્રેક્ટિસ મેચ કેમ રમતી નથી? આ સવાલના જવાબમાં રોહિતે કહ્યું, ‘અમે છેલ્લા 4-5 વર્ષથી પ્રેક્ટિસ મેચ રમી રહ્યા છીએ. અમે ફર્સ્ટ ક્લાસ મેચો રમવાની કોશિશ પણ કરી છે, પરંતુ તે મેચોમાં તમને એવી પિચો નથી મળતી જેવી અસલી મેચોમાં મળે છે. આવી સ્થિતિમાં પોતાની જરૂર મુજબ ખેલાડીઓ સાથે તૈયારી વધુ યોગ્ય છે, કારણ કે ત્યારે અમે પોતાની જરૂર મુજબ પિચ તૈયાર કરવી શકીએ છીએ.’
અમને પ્રેક્ટિસ માટે જે પિચ મળી હતી તે પિચ પર બોલ અમારા ઘૂંટણ સુધી પણ પહોંચી રહ્યો ન હતો
રોહિત શર્માએ વધુમાં કહ્યું, ‘અમે જયારે ગઈ વખતે ઓસ્ટ્રેલિયા ગયા હતા અને વર્ષ 2018માં સાઉથ આફ્રિકાના પ્રવાસે આવ્યા હતા ત્યારે અમને પ્રેક્ટિસ માટે જે પિચ મળી હતી તે પિચ પર બોલ અમારા ઘૂંટણ સુધી પણ પહોંચી રહ્યો ન હતો, પરંતુ જે પિચ પર અમે વાસ્તવિક મેચ રમી રહ્યા હતા ત્યાં બોલ અમારા માથા પરથી ઉડી રહ્યો હતો. આ તમામ ફેકટર્સ જોયા પછી અમે નિર્ણય કર્યો કે અમે અમારી જરૂર મુજબ જાતે તૈયારી અને પ્રેક્ટિસ કરીશું.’
Does it mean Rohit Sharma and the team aren't getting the practice pitch they need, leading to the losses? 🤔 pic.twitter.com/zdFOLidtC8
— Vipin Tiwari (@Vipintiwari952_) December 30, 2023
અમે નક્કી કર્યું કે અમે અમારા પોતાના બોલરોનો સામનો કરીશું
રોહિત શર્માએ આગળ કહ્યું, ‘જો તમને પ્રેક્ટિસ મેચમાં એવી જ પિચ મળે છે જે તમને મેચમાં મળવાની હોય તો તે મેચ રમવી યોગ્ય છે. પછી આપણને એવા બોલર્સ પણ મળે છે જે 120-125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. અમે અમારી 2 અથવા 3 પ્રેક્ટિસ મેચોમાં પણ આનો અનુભવ કર્યો છે, તેથી અમે નક્કી કર્યું કે અમે અમારા પોતાના બોલરોનો સામનો કરીશું અને અમારી જરૂરિયાત મુજબ પિચ તૈયાર કરીશું.’