Get The App

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુસ્સે થયો રોહિત શર્મા, સામે આવ્યો VIDEO

મને નથી લાગતું કે આનાથી કંઈ ફર્ક પણ પડે છે : રોહિત શર્મા

અમારું ફોકસ અત્યારે બીજી વસ્તુ પર છે : રોહિત શર્મા

Updated: Sep 6th, 2023


Google NewsGoogle News
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુસ્સે થયો રોહિત શર્મા, સામે આવ્યો VIDEO 1 - image

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સેલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગઈકાલે વનડે વર્લ્ડ કપ 2023માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી હતી. ત્યારબાદ બંને લોકોએ મળીને મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માથી એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેને સાંભળતા જ તે ગુસ્સે થઇ ગયા હતા અને તેણે કડક શબ્દોમાં આ સવાલનો જવાબ આપ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત ગુસ્સે થયો (Rohit Sharma Angry)

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન રોહિત શર્માથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જયારે પણ ભારતીય ટીમ પાકિસ્તાન સામે ખરાબ પ્રદર્શન કરે છે તો બહારનું પણ વાતાવરણ બગાડી જતું હોય છે. આ સવાલ પર રોહિત ભડકી ઉઠ્યો અને પોતાના અંદાજમાં જ પત્રકારને જવાબ આપતા કહ્યું, 'મને નથી લાગતું કે આનાથી કંઈ ફર્ક પણ પડે છે અને મને હવે વર્લ્ડ કપમાં પણ આ સવાલ ન પૂછતાં. આના વિશે વાત કરવાનો કોઈ મતલબ નથી. અમારું ફોકસ અત્યારે બીજી વસ્તુ પર છે અને એક ટીમ તરીકે અમે તેના પર જ ફોકસ કરવા માંગીએ છીએ.'

ટીમ મેનેજમેન્ટને કઠિન નિર્ણયો લેવા પડે છે

યુઝ્વેન્દ્ર ચહલ, આર અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન મળ્યું નથી. જે ખેલાડીઓને ટીમમાં જગ્યા નથી મળી તેમનાં અંગે રોહિત કહ્યું કે, 'ટીમ મેનેજમેન્ટને ઘણી વખત ટીમના ફાયદા માટે નિર્ણયો લેવા પડે છે. ટીમમાં પોતાની જગ્યા માટે સંઘર્ષ કરવું ખરાબ વાત નથી. જેમ જેમ પડકાર વધે છે તેમ તેમ સિલેકશન કઠિન થતું જાય છે. અમને જોવું પડે છે કે કયો ખેલાડી ફોર્મમાં છે અને વિરોધી ટીમને જોતા કયો ખેલાડી યોગ્ય હશે. આવું હંમેશા થતું હોય છે. ક્રિકેટમાં ટીમની જરૂર મુજબ નિર્ણયો લેવા પડે છે.   



Google NewsGoogle News