એક-એક વસ્તુ બદલાઈ રહી છે...: રોહિત શર્મા અને અભિષેક નાયરના વીડિયોથી ખળભળાટ, વાયરલ થતાં જ KKRએ કર્યો ડિલીટ

Updated: May 11th, 2024


Google NewsGoogle News
એક-એક વસ્તુ બદલાઈ રહી છે...: રોહિત શર્મા અને અભિષેક નાયરના વીડિયોથી ખળભળાટ, વાયરલ થતાં જ KKRએ કર્યો ડિલીટ 1 - image


Image Source: Twitter

Rohit Sharma Video: IPL 2024ની મહત્વપૂર્ણ મેચ આજે કોલકાતામાં કોલકાતા નાઈટરાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. તેના માટે બંને ટીમ જ્યારે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી. આ દરમિયાન મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા કોલકાતાના કોચ અને પોતાનો જૂનો મિત્ર અભિષેક નાયરને મળ્યો. આ દરમિયાન બંને વચ્ચે જે વાતચીત થઈ તેણે મુંબઈ ઈન્ડિયન્સના તમામ રહસ્યો ખોલી દીધા. વીડિયોમાં રોહિત શર્મા કહી રહ્યો છે કે, 'એક-એક વસ્તુ બદલાઈ રહી છે. તે તેના ઉપર મને શું ફરક પડે. જે પણ છે તે મારું ઘર છે, મંદિર છે જેને મેં બનાવ્યું છે. ભાઈ મારે શું, મારી તો આ લાસ્ટ છે.' આ વાતચીત લીક થયા બાદ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રોહિતે મુંબઈ ઈન્ડિયન્સ છોડવા અંગે આ વાત કહી છે. હવે આ વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. KKRએ આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેમાં રોહિત શર્મા અને અભિષેક નાયર વાતચીત કરી રહ્યા હતા. જોકે, થોડા સમય બાદ KKRએ આ વીડિયો ડિલીટ કરી દીધો હતો. IPL 2024 સિઝન પહેલા પાંચ વખતની IPL ચેમ્પિયન મુબંઈ ઈન્ડિયન્સે રોહિત શર્માના બદલે હર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. જોકે, ફ્રેન્ચાઈઝીનો આ દાવ નિષ્ફળ ગયો છે. 

હાર્દિક પંડ્યાનું હૂટિંગ

ફ્રેન્ચાઈઝીનો આ નિર્ણય મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે એક મોટો ઝટકો હતો અને તેઓ રોહિતના સમર્થનમાં સ્ટેડિયમમાં ઉમટી પડ્યા. તેનું નામ લઈને નારા લગાવવા લાગ્યા. સિઝનની શરૂઆતથી સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાનું સતત હૂટિંગ થઈ રહ્યું છે. પંડ્યા પ્રત્યે લોકોની નફરત એટલી વધી ગઈ કે, જ્યારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPL મેચ પહેલા ટોસ માટે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન આવ્યો તો ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા સંજય માંજરેકરે ચાહકોને સારો વ્યવહાર કરવાની સલાહ આપવી પડી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024 પ્લેઓફની રેસમાંથી બહાર

મુંબઈ ઈન્ડિયન્સ 12માંથી 8 મેચ હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે અને હવે તે પોઈન્ટ ટેબલમાં નવમા નંબર પર છે. પંડ્યાની કેપ્ટનશિપ સવાલોના ઘેરામાં છે અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેના વલણ અને અવ્યવસ્થિત નિર્ણયો માટે તેની ટીકા થઈ રહી છે. હવે આજે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પહેલા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા KKRના સહાયક કોચ અભિષેક નાયર સાથે વાત કરતો નજર આવી રહ્યો છે. 


Google NewsGoogle News