Get The App

રોહિત શર્મા ફરી શૂન્ય પર આઉટ થયો, હિટમેને નોંધાવ્યો IPL ઇતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનું બેટ શાંત થઈ ગયુ છે

ચેન્નઈએ મુંબઈ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો

Updated: May 7th, 2023


Google NewsGoogle News
રોહિત શર્મા ફરી શૂન્ય પર આઉટ થયો, હિટમેને નોંધાવ્યો IPL ઇતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ 1 - image
Image : Twitter

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનું બેટ શાંત થઈ ગયુ છે. આ સીઝનમાં તે ખાસ કમાલ દેખાડી શક્યો નથી. આ સીઝનની 49ની મેચમાં ચેન્નઈ સામે પણ તે ત્રણ બોલ રમીને શૂન્ય રન પર આઉટ થયો હતો. આ સાથે જ રોહિતે IPLના ઈતિહાસમાં સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. હવે રોહિત શર્મા IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડી બની ગયો છે.

કિંગ કોહલીએ બે વિરાટ રેકોર્ડ બનાવી IPL રચ્યો ઈતિહાસ, દિલ્હી સામેની મેચમાં મેળવી સિદ્ધિ 

ચેન્નઈ પહેલા પંજાબ સામે પણ શૂન્ય રન પર આઉટ થયો હતો

રોહિત શરમાં આ સિઝનમાં બીજી વખત શૂન્ય રન પર આઉટ થયો છે. ચેન્નઈ પહેલા પંજાબ કિંગ્સ સામે પણ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલેયન પરત ફર્યો હતો. રોહિતે પંજાબ સામે પણ ત્રણ બોલ રમ્યા હતા. IPLમાં રોહિત અત્યાર સુધી 16 વખત શૂન્ય પર આઉટ થઈ ચૂક્યો છે. આ યાદીમાં તેના પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિનેશ કાર્તિક, કોલકાતા નાઈટ રાઈડર્સના સુનીલ નારાયણ અને મનદીપ સિંહ આવે છે. આ ત્રણેય ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં 15-15 વખત શૂન્યમાં આઉટ થયા હતા. આ ઉપરાંત CSKનો અંબાતી રાયડુ 14 વખત ખાતું ખોલાવી શક્યો ન હતો.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી

IPL 2023માં ગઈકાલે ચેન્નઈ અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચમાં રોહિત બ્રિગેડની શરુઆત નિરાશાજનક રહી હતી. મુંબઈ ટીમની 14 રનમાં જ ત્રણ વિકેટ પડી ગઈ હતી. આ મેચમાં રોહિત વન ડાઉન આવ્યો હતો. મુંબઈની ટીમ 20 ઓવરમાં 139 રન જ બનાવી શકી હતી. ચેન્નઈને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નઈએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. ચેન્નઈએ 17.4 ઓવરમાં 140 રન બનાવીને વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.


Google NewsGoogle News