VIDEO : રોહિતની સલાહે સરફરાઝનો જીવ બચાવ્યો, ધર્મશાલા ટેસ્ટમાં મોટી દુર્ઘટના બનતા ટળી
ભારતે પાંચમી મેચમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રને હરાવ્યું
Image:File Photo |
Rohit Sharma Advice Saved Sarfaraz Khan : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ 55 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તેની બેટિંગ કરતાં પણ વધુ આ મેચમાં તેનું એક વનલાઈનર ખૂબ ચર્ચામાં હતું. રોહિતની એ લાઇન 'હીરો નહીં બનને કા' હતી. કેપ્ટન રોહિત શર્માએ આ લાઈન સરફરાઝ ખાનને કહી હતી અને તેના શબ્દો ધર્મશાલામાં સરફરાઝ માટે વરદાન સાબિત થયા હતા.
Rohit Sharma to Sarfaraz Khan for not wearing helmet:
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024
"Aye, hero nai banne ka (hey, don't be a hero here)". 🤣🤣pic.twitter.com/f49Mb60cmi
રોહિતની સલાહે સરફરાઝનો જીવ બચાવ્યો
રાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં જ્યારે સરફરાઝ સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ કરવા આવ્યો ત્યારે તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. આવી સ્થિતિમાં રોહિત શર્માએ તરત જ સરફરાઝને કહ્યું કે, “એ ભાઈ હીરો નહીં બનને કા, હેલ્મેટ પહેરો.” આ પછી તેણે હેલ્મેટ પહેર્યું હતું. આવું જ કંઈક ધર્મશાલા ટેસ્ટ મેચમાં જોવા મળ્યું જ્યારે સરફરાઝ શોર્ટ લેગ પર ઉભો હતો અને બોલ તેના માથા પર વાગ્યો હતો.
સરફરાઝ સાથે મોટી દુર્ઘટના થતા ટળી
ધર્મશાલા ટેસ્ટના ત્રીજા દિવસે જ્યારે શોએબ બશીર બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે 38મી ઓવરમાં કુલદીપ યાદવના બોલ પર જબરદસ્ત શોટ માર્યો હતો. જ્યારે સરફરાઝ શોર્ટ લેગ પર ફિલ્ડિંગ માટે તહેનાત હતો. શોર્ટ એટલો જબરદસ્ત હતો કે સરફરાઝને પ્રતિક્રિયા આપવાનો સમય જ ન મળ્યો. આવી સ્થિતિમાં તે પોતાને બચાવે તે પહેલા જ બોલ તેના હેલ્મેટ પર વાગી ગયો. હેલ્મેટના કારણે જ સરફરાઝને કંઈ ન થયું, નહીંતર મેદાનમાં મોટી દુર્ઘટના થઈ શકી હોત. આટલું જ નહીં સરફરાઝને રાંચી ટેસ્ટમાં રોહિત શર્માએ જે કહ્યું હતું તે પણ યાદ આવી ગયું હશે અને તે હવેથી સુરક્ષાને લઈને ફરીવાર તેવી ભૂલ નહીં કરે. મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ધર્મશાલામાં એક ઈનિંગ અને 64 રને હરાવીને સીરિઝ 4-1થી જીતી લીધી હતી.