‘મારો નિર્ણય ખોટો પડ્યો, મોટી ભૂલ થઈ...’ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ધબડકા બાદ બોલ્યો રોહિત શર્મા
IND Vs NZ Test Match : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. ભારતીય ટીમે અગાઉ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં અનેક શ્રેષ્ઠ રેકોર્ડ નોંધાવ્યા હતા. જોકે હવે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતે અનેક શરમજનક રેકોર્ડ નોંધાવ્યા છે. આજે ટેસ્ટ મેચના બીજો દિવસે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 46 રનમાં પેવેલીયન ભેગી થઈ જતા અનેક ચાહકો નિરાશ થયા છે. કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિન એમ 5 બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયા તરફથી માત્ર જયસ્વાલ અને પંત ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યા હતા. હવે ભારતીય ટીમના ધબડકા અને સુકાની રોહિત શર્માનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. રોહિતે ધબડકાની જવાબદારી લીધી છે અને તેણે સ્વિકાર્યું છે કે, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને મારો નિર્ણય ખોટો સાબિત થયો છે. તેણે કહ્યું કે, મેં પીચને સમજવામાં ભુલ કરી છે, જેના કારણે ટીમ ઈન્ડિયાની આવી સ્થિતિ ઉભી થઈ છે.
રોહિતો ટોસ જીતી બેટિંગ પસંદ કરવી ભારે પડી
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ગઈકાલે પહેલો દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. ત્યારબાજ આજે બીજા દિવસે સવારે પણ વરસાદ જેવી સ્થિતિ હતી, જોકે તેમ છતાં મેચ શરૂ કરાઈ હતી. આ દરમિયાન ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma)એ ટોસ જીત્યો હતો અને તેમને ચોંકાવનારો બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિતના આ ભૂલના કારણે ટીમ ઈન્ડિયાની એવી હાલત થઈ કે, મેચના બીજા સેશનની શરૂઆતમાં જ ટીમ 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સૌથી મોટી વાત એ છે કે, રોહિત-કોહલી સહિતના ટોપ ઓર્ડરના બેટ્સમેને ખાતુ પણ ખોલાવી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડના બોલરોના કહેર સામે ભારતીય ખેલાડીઓ ઘૂંટણીએ જોવા મળ્યા હતા.
‘પિચને સમજવામાં મોટી ભુલ થઈ’
ટૉસ જીત્યા બાદ સતત એવા સવાલો થઈ રહ્યા હતા કે, ભારતીય ટીમે પહેલા બોલિંગ પસંદ કેમ કરી ? આખરે બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા ત્યારે પત્રકારોએ પણ તેમને આ જ સવાલ કર્યો. તો રોહિતે કોઈપણ બહાનુ બતાવ્યા વગર સ્વિકારી લીધું છે કે, ‘મારાથી પિચ સમજવામાં ભૂલ થઈ ગઈ હતી. મને લાગ્યું હતું કે, પિચ પર વધુ ઘાસ ન હોવાના કારણે ફ્લેટ હશે. આ જ કારણે મેં પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય લીધો હતો. મારી ભૂલના કારણે ટીમ ઈન્ડિયા ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ છે. 46 રનમાં ઓલઆઉટ થવાની શરમજનક સ્થિતિ ખૂબ જ દુઃખદ છે. જોકે તેણે એમ પણ કહ્યું કે, વર્ષમાં એક-બે ભૂલો થવી ચાલે છે.’
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાનો ધબડકો, 46 રન પર ઓલઆઉટ
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના બેટર્સનો ફ્લોપ શો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 46 રનના સ્કોર પર તમામ 10 વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિન એમ 5 બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયા તરફથી માત્ર જયસ્વાલ અને પંત ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યા હતા. ભારતે આ સાથે એશિયામાં ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા નોંધાવેલો સૌથી નાનો ટીમ સ્કોર નોંધાવ્યો હતો. અગાઉ 1986માં વેસ્ટ ઈન્ડિઝે ફૈઝલાબાદમાં પાકિસ્તાન સામે 53 રન નોંધાવ્યા હતા.
ચાલુ મેચમાં ઈજાગ્રસ્ત થયો ઋષભ પંત
મેચ દરમિયાન ભારતના સ્ટાર બેટ્સમેન ઋષભ પંતને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે. જેના કારણે તેને મેચની વચ્ચે જ મેદાન છોડવું પડ્યું છે. વિકેટ કીપિંગ કરી રહેલા પંતને જાડેજાનો બોલ ઘૂંટણમાં વાગ્યો હતો. ત્યારબાદ તેને સખત પીડા થઈ હતી. આ દરમિયાન મેદાનમાં ફિજીયોની ટીમ પણ દોડી આવી હતી. પંતને ઉભા રહેવામાં પણ મુશ્કેલી પડી હતી. છેવટે વધુ દુઃખાવો થતો હોવાના કારણે પંતે મેદાન છોડવું પડ્યું હતું. ગંભીર ઈજાના કારણે પંતે મેદાન છોડ્યા બાદ તેના સ્થાને વિકેટ કિપર તરીકે ધ્રુવ જુરેલને બોલાવાયો છે.
પિચ અંગે ખોટું અનુમાન
રોહિત શર્મા અને ગૌતમ ગંભીર બંનેએ જ પિચ અંગે ખોટું અનુમાન લગાવ્યું હતું. વરસાદના કારણે પ્રથમ દિવસની મેચ નહોતી રમાઈ શકી. તેમ છતાં પણ રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, રોહિત શર્મા પાસે પહેલા બોલિંગ કરવાની તક મળી હતી અને ખેલાડીઓ પણ પિચને સારી રીતે સમજી શક્યા હોત. રોહિત શર્માના આ નિર્ણયે ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.
પ્લેઈંગ ઈલેવનની ખોટી પસંદગી
બેંગલુરુમાં જ્યાં ન્યૂઝીલેન્ડ ત્રણ ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયા આ મેચમાં ત્રણ સ્પિનરો સાથે નજર આવી રહી છે. છેલ્લી ત્રણ રણજી મેચોમાં અહીં ફાસ્ટ બોલરોએ સૌથી વધુ વિકેટો ઝડપી છે. ત્યારબાદ પણ ગૌતમ ગંભીર અને રોહિત શર્માએ આકાશદીપને તક ન આપી.
વિરાટ કોહલીને નંબર 3 પર તક આપી
આ મેચ પહેલા ગિલ ગરદનના દુખાવાના કારણે નહોતો રમ્યો. ટીમ મેનેજમેન્ટે તેના સ્થાને સરફરાઝ ખાનને તક આપી હતી. ગિલની ગેરહાજરીમાં વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. ત્રીજા નંબર પર કોહલીનો રેકોર્ડ સારો નથી રહ્યો. તેમ છતાં ટીમ મેનેજમેન્ટે તેને નંબર 3 પર બેટિંગ કરવા મોકલ્યો હતો. તેનો આ નિર્ણય ટીમની વિરૂદ્ધ પણ ગયો અને કોહલી ખાતું પણ નહોતું ખોલાવી શક્યો.
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચની વધુ વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો...
• ટીમ ઈન્ડિયાનો ધબડકો! 46 રન પર ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ
• શરમજનક! ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય ટીમના ચાર સૌથી ઓછા સ્કોર
• ગંભીર અને રોહિતથી થઈ આ ત્રણ મોટી ભૂલ, 46 રન પર પવેલિયન ભેગી થઈ ટીમ
• કોહલીનો 'વિરાટ' શરમજનક રેકોર્ડ, '0' પર આઉટ થવામાં નંબર-1, દિગ્ગજ કોમેન્ટેટર ભડક્યો
• શૂન્ય પર આઉટ થયો વિરાટ કોહલી, છતાં તોડ્યો ધોનીનો આ મહત્ત્વનો રેકૉર્ડ
• ચાલુ મેચમાં ઈજાગ્રસ્ત થયો ઋષભ પંત, સપોર્ટ સ્ટાફના સહારે મેદાનથી બહાર લઈ જવાયો