World Cup 2023 : રોહિત શર્માએ લખનઉના મેદાનમાં આ ખાસ સદી પૂરી કરી, દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં થયો સામેલ

ભારત માટે સૌથી વધુ મેચમાં એમ.એસ ધીનોએ કેપ્ટનશીપ કરી છે

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : રોહિત શર્માએ લખનઉના મેદાનમાં આ ખાસ સદી પૂરી કરી, દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં થયો સામેલ 1 - image
Image:File Photo

World Cup 2023 IND vs ENG : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા આજે લખનઉના મેદાન પર ટોસ માટે ઉતરતાની સાથે જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. રોહિત શર્માનું નામ એક એવી ખાસ લીસ્ટમાં સામેલ થઇ ગયું છે જેમાં ધોની અને સૌરવ ગાંગુલી જેવા કેપ્ટનનું નામ સામેલ છે. આજે રોહિત ભારતીય ટીમ(Rohit Sharma Playing 100th Match As A Indian Captain)ના કેપ્ટન તરીકે તેની 100મી મેચ રમી રહ્યો છે.

કેપ્ટન તરીકે રોહિતની 100મી મેચ

રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર સાતમો એવો કેપ્ટન બની ગયો છે જેણે 100 કે તેથી વધુ મેચમાં ભારતીય ટીમ માટે કેપ્ટનશીપ કરી છે. રોહિત શર્માએ ભારત માટે 51 T20I, 39 ODI અને 9 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી છે. રોહિતનો રેકોર્ડ કેપ્ટન તરીકે ખુબ સારો રહ્યો છે. ODI World Cup 2023માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પહેલા રોહિતે કુલ 99 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. આ 99 મેચોમાંથી ભારતે 77 મેચમાં જીત મેળવી છે. અન્ય કોઈ ભારતીય કેપ્ટનની જીતની ટકાવારી આટલી નથી.

ભારત માટે 100 કે તેથી વધુ મેચમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી

એમ.એસ ધોની - 332 મેચ

મોહમ્મદ અઝરુદ્દીન - 221 મેચ

વિરાટ કોહલી - 213 મેચ

સૌરવ ગાંગુલી - 195 મેચ

કપિલ દેવ - 108 મેચ

રાહુલ દ્રવિડ - 104 મેચ

રોહિત શર્મા - 100* મેચ

રોહિતે ભારતને 2 વખત એશિયા કપ જીતાવ્યું

રોહિત શર્માની કેપ્ટન તરીકે વિનિંગ પર્સેન્ટેજ ખુબ સારું છે. રોહિતે ભારતને 2 વખત એશિયા કપ જીતાવ્યું છે. રોહિતના નેતૃત્વમાં ભારત નિદહાસ ટ્રોફી જીતી હતી. જો કે ભારતીય ટીમ રોહિતની કેપ્ટનશીપમાં 2 વખત ICC ટુર્નામેન્ટ અને એક વખત એશિયા કપ હારી ચુકી છે, પરંતુ રોહિતનો રેકોર્ડ જોવા જઈએ તો તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ એક કેપ્ટન તરીકે સફળ રહ્યો છે.

World Cup 2023 : રોહિત શર્માએ લખનઉના મેદાનમાં આ ખાસ સદી પૂરી કરી, દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં થયો સામેલ 2 - image


Google NewsGoogle News