Get The App

IND vs AUS : ભારતીય ટીમના 5 દિગ્ગજ ખેલાડીઓનો છેલ્લો વર્લ્ડ કપ? આ કારણે લેશે વિદાય

કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સહિત આ ખેલાડીઓ માટે છેલ્લો વર્લ્ડ કપ સાબિત થઇ શકે

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News


IND vs AUS : ભારતીય ટીમના 5 દિગ્ગજ ખેલાડીઓનો છેલ્લો વર્લ્ડ કપ? આ કારણે લેશે વિદાય 1 - image

World Cup 2023 Final IND vs AUS : ICC world cup જીતવાનું ભારતનું સપનું ફરી એક વખત અધૂરું રહી ગયું. ઓસ્ટ્રેલિયાએ ભારતના કરોડો ક્રિકેટ ચાહકોને કારમો ઝાટકો પહોંચાડતા ભારતને તેની જ ભૂમિ પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સેલીબ્રીટીઓની હાજરી વચ્ચે શાન સાથે 6 વિકેટથી હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું. 

5 દિગ્ગજ ખેલાડીઓનો છેલ્લો વર્લ્ડ કપ

એવામાં ભારતીય ટીમના પાંચ ખેલાડીઓનો આ છેલ્લો વર્લ્ડ કપ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવું સંભાવના છે કે, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવની ઉંમરને ધ્યાને લઇએ તો ભારત માટે તેઓ હવે પછીનો ભારતમાં આયોજિત વર્લ્ડ કપ રમી શકશે નહીં.

આ કારણે લેશે વિદાય

8 વર્ષ પછી ભારત બાંગ્લાદેશ સાથે મળીને ફરી વર્લ્ડ કપ આયોજન કરશે એવામાં હાલ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની ઉંમર 36 વર્ષ તો તેનું આટલા વર્ષ સુધી વનડે ક્રિકેટમાં ટકવું તેની સંભાવના ના બરાબર છે. વિરાટ કોહલીને આ મહિને 35 વર્ષ થયા અને તેના માટે પણ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં રમવું શક્ય નથી. મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવ 33 વર્ષના છે, રવિન્દ્ર જાડેજા 34 વર્ષના છે. આ 5 ખેલાડીઓ માટે ભારતમાં યોજાનારા આગામી ICC ODI વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ છે.


Google NewsGoogle News