Get The App

વર્લ્ડ કપની હાર માટે રોહિત-દ્રવિડ જવાબદાર? પીચમાં છેડછાડને લઈને પૂર્વ ક્રિકેટરનો મોટો ખુલાસો

ભારતને ફાઈનલમાં હરાવી ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત ચેમ્પિયન બની હતી

ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે પરાજય આપ્યો હતો

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
વર્લ્ડ કપની હાર માટે રોહિત-દ્રવિડ જવાબદાર? પીચમાં છેડછાડને લઈને પૂર્વ ક્રિકેટરનો મોટો ખુલાસો 1 - image


Cricket News : ગત વર્ષે ભારતમાં ક્રિકેટનો વર્લ્ડ કપ રમાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા ભારતને ફાઈનલમાં હરાવીને ચેમ્પ્યિન બની હતી. ફાઈનલમાં હાર થતા જ ભારતના કરોડો ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થઈ ગયા હતા. ત્યારે ફાઈનલ મેચના લગભગ ચાર મહિના બાદ ભારતના પૂર્વ ક્રિકેટરે પિચને લઈને મોટો ખુલાસો કર્યો છે તેમજ ફાઈનલમાં મળેલી હાર માટે કેપ્ટન અને કોચને જવાબદાર ઠેરવ્યા છે.

ઓસ્ટ્રેલિયા જીતતા ભારતનું સપનું ચકનાચૂર થયું હતું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત વર્ષે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત ચેમ્પિયન બનતાં ભારતનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ભારતીય ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારને હજુ પણ ભૂલી શક્યા નથી. ત્યારે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે વર્લ્ડ કપ 2023 ફાઈનલની પિચને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે ટાઈટલ મેચ હારવા માટે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને જવાબદાર ઠેરવ્યા છે. કૈફના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયા પાસે વર્લ્ડ કપમાં પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક જેવા ફાસ્ટ બોલર હતા, જેના કારણે ભારતીય ટીમે સ્લો પીચ તૈયાર કરાવી હતી અને આ ભૂલ ભારતને જ મોંઘી પડી હતી. 

મેં પીચનો રંગ બદલા જોયો : પૂર્વ ક્રિકેટર

મોહમ્મદ કૈફે વર્લ્ડ કપ 2023 ફાઈનલની પિચ અંગે એક ટીવી ચેનલને ઈન્ટરવ્યું આપતા સમયે કહ્યું હતું કે 'હું ત્યાં ત્રણ દિવસ હતો, અમે ત્યાથી ઘણા લાઈવ શો કર્યા, રોહિત શર્મા અને રાહુલ દ્વવિડ બંને સાંજના સમયે પીચ પાસે આવ્યા અને પીચની આજુબાજુ ચક્કર લગાવ્યા હતા, ત્યારબાદ એક કલાક સુધી ત્યા ઉભા રહીને પીચનું નિરિક્ષણ કર્યું હતું. આમને આમ એક દિવસ પૂરો થઈ ગયો, ફરી બીજા દિવસે પણ પીચ પાસે આવ્યા અને કલાકો સુધી વાતચીત કરતા રહ્યા હતા. આવું ત્રણ દિવસ સુધી સતત ચાલ્યું હતું.' કૈફ વધુમાં કહે છે કે, 'મેં પીચનો રંગ બદલતા જોયો છે, તેમની પાસે કમિન્સ અને સ્ટાર્ક છે તો તેમને ધીમી પીચ ન આપો પણ આપણાથી એ ભૂલ થઈ ગઈ.' 

સ્લો પીચ બનાવવાની ભૂલ ભારતને જ ભારે પડી : કૈફ

કૈફ આગળ કહે છે કે, 'એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક હતા, તેથી ભારત સ્લો પીચ તૈયાર કરાવી હતી અને તે જ આપણી ભૂલ હતી. ઘણા લોકો કહે છે કે ક્યુરેટર્સ તેમનું કામ કરે છે અને તેમને પ્રભાવિત નથી કરી શક્તા, પણ આ એક બકવાસ છે. તમે જ્યારે પીચની આસપાસ ચક્કર લગાવી રહ્યા છે ત્યારે ખાલી બે લાઈન જ બોલવાની હોય છે કે, 'કૃપા પાણી ન નાખો, ફક્ત ઘાસ કાપો. આવું થાય છે અને આ જ વાસ્તવિક્તા છે અને તે થવું પણ જોઈએ કારણકે તમે ઘરઆંગણે રમી રહ્યા છો' આ સાથે કૈફે રોહિત અને દ્રવિડ પર આરોપ લગાવ્યો કે ઘરઆંગણે રમાવાનો ફાયદો ઉઠાવવાના ચક્કરમાં પીચને એટલી સ્લો બનાવી કે ભૂલ ભારતને જ ભારે પડી ગઈ હતી. કૈફે એમ પણ કહ્યું હતું કે જો ભારત ફ્લેટ પીચ પર રમ્યું હોત તો તે ફાઈનલ મેચ 100 ટકા જીતી શક્યું હોત. નોંધનીય છે કે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતીય ટીમ ફુલ ફોર્મમાં હતી. ફાઈનલ પહેલા ભારતીય ટીમે તમામ મેચમાં જીતી મેળવી હતી, પરંતુ ફાઈનલમાં કાંગારૂઓએ ટૂર્નામેન્ટની પ્રથમ અને સૌથી મોટી હાર આપી હતી.

વર્લ્ડ કપની હાર માટે રોહિત-દ્રવિડ જવાબદાર? પીચમાં છેડછાડને લઈને પૂર્વ ક્રિકેટરનો મોટો ખુલાસો 2 - image


Google NewsGoogle News