Get The App

ફેડરર રુપિયા ૭૧૯ કરોડ સાથે ટેનિસમાં સૌથી વધુ કમાણી કરવામાં નંબર વન

- ફેડરર છેલ્લા ૧૪ મહિનામાં એક પણ મેચ રમ્યો નથી

- ફોર્બ્સની યાદીમાં સતત ૧૭માં વર્ષે ફેડરર ટોચ પર : ઓસાકા બીજા સ્થાને

Updated: Aug 26th, 2022


Google NewsGoogle News
ફેડરર રુપિયા ૭૧૯ કરોડ સાથે ટેનિસમાં સૌથી વધુ કમાણી કરવામાં નંબર વન 1 - image

લંડન, તા.૨૬

છેલ્લા ૧૪ મહિનામાં એક પણ ટેનિસ મેચ ન રમવા છતાં ફેડરરે વર્ષે આશરે રૃપિયા ૭૧૯ કરોડની (અંદાજે ૯ કરોડ ડોલર) કમાણી કરીને ટેનિસ જગતમાં સૌથી વધુ કમાણી કરવામાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતુ. ફોર્બ્સ મેગેઝીનની યાદીમાં ફેડરરને ૧૭માં વર્ષે સૌથી વધુ કમાણી કરતાં ટેનિસ સ્ટાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

૪૧ વર્ષનો ફેડરર ગત વર્ષે વિમ્બલ્ડન પછી એક પણ ટુર્નામેન્ટમાં રમ્યો નથી. તેણે ઘુંટણની ઈજા પર સર્જરી કરાવી હતી અને હવે તે પુનરાગમનની તૈયારી કરી રહ્યો છે. ફોર્બ્સે લખ્યું છે કે, ફેડરરની મોટાભાગની કમાણી જાહેરખબરો, વિવિધ કાર્યક્રમ-સમારંભમાં હાજર રહેવાની ફી અને અન્ય બિઝનેસમાંથી થઈ હતી.

જાપાનની નાઓમી ઓસાકા આ યાદીમાં બીજા સ્થાને છે. ચાર ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલી ઓસાકાએ ગત વર્ષ દરમિયાન ૫.૬૨ કરોડ ડોલર (આશરે ૫૫૦ કરોડ રૃપિયા) કમાણી કરી હતી. નોંધપાત્ર છેકે, ઓસાકા પણ ૨૦૨૧ ઓસ્ટ્રેલિયન ઓપન પછી એક પણ મેજર ટુર્નામેન્ટ જીતી નથી. તેણે લેબ્રોન જેમ્સ સાથે મળીને નવી મીડિયા કંપની શરૃ કરી છે.

સેરેના વિલિયમ્સ ૩.૫૧ કરોડ ડોલર (૨૮૦ કરોડ રૃપિયા) ત્રીજા સ્થાને છે. જ્યારે નડાલ ૩.૧૪ કરોડ ડોલર (૨૫૧ કરોડ રૃપિયા) ચોથા અને યોકોવિચ ૨.૭૧ કરોડ ડોલર (૨૧૭ કરોડરૃપિયા) સાથે પાંચમા સ્થાને છે.


Google NewsGoogle News