Get The App

હાર્દિકના માનસિક સ્વાસ્થ્ય પર અસર...: પૂર્વ સ્ટાર ખેલાડીએ પંડ્યાના ટ્રોલર્સની ઝાટકણી કાઢી

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
હાર્દિકના માનસિક સ્વાસ્થ્ય પર અસર...: પૂર્વ સ્ટાર ખેલાડીએ પંડ્યાના ટ્રોલર્સની ઝાટકણી કાઢી 1 - image


Robin Uthappa on Hardik Pandya: IPL 2024ની શરૂઆતથી જ હાર્દિક પંડ્યાની ચાહકો દ્વારા સતત ટીકા કરવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાને રોહિત શર્માના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનાવવાનો નિર્ણય મોટા ભાગના ચાહકોને પસંદ નથી આવ્યો. મેદાન પર દર વખતે ટોસ માટે આવે ત્યારે કે, પછી કંઈક કરવા પર સ્ટેડિયમ પર હાજર ચાહકો તેની સતત હૂટિંગ કરી રહ્યા છે. આ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં પણ થયુ હતું. જોકે, હાર્દિક પંડ્યાએ આ અંગે ખુલીને કંઈ નથી કહ્યું પરંતુ તે પ્રેશરમાં છે. મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત IPLમાં સારી નહોતી રહી તેના કારણે તેની પરેશાની વધી ગઈ છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, આ કારણે તે સ્ટ્રેસમાં છે. ત્યારે હવે આં અંગે પૂર્વ સ્ટાર ખેલાડીએ ખુલાસો કર્યો છે કે, હાર્દિક પંડ્યા IPLમાં થઈ રહેલી સતત હૂટિંગના કારણે મેન્ટલ હેલ્થની સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. 

હાર્દિક પાસે ભારતીય ટીમ માટે મહાન બનવાની ક્ષમતા

રોબિન ઉથપ્પાએ કહ્યું કે, હાર્દિક એક એવો ખેલાડી છે જેની પાસે ભારતીય ટીમ માટે મહાન બનવાની ક્ષમતા છે. તેને જે ટીમે લોન્ચ કર્યો હતો તેણે તેને છોડી દીધો, તે બીજી ફ્રેન્ચાઈઝીમાં જતો રહ્યો. તેની (મુંબઈ) સાથે 2-4 ખિતાબ જીત્યા બાદ ત્યાંથી પણ જતો રહ્યો. ત્યારબાદ તે ગુજરાત ટાઈટન્સમાં ગયો, ત્યાં એક ખિતાબ જીત્યો અને બીજીમાં ઉપવિજેતા રહ્યો. ત્યારબાદથી આ વાત શરૂ થઈ.

રોબિન ઉથપ્પાએ પંડ્યાના ટ્રોલર્સની ઝાટકણી કાઢી 

રોબિન ઉથપ્પાએ આગળ કહ્યું કે, તેની મજાક ઉડાવવી, તેને ટ્રોલ કરવો, તેની ફિટનેસ વિશે મીમ્સ બનાવવા. શું તમને નથી લાગતું કે તેનાથી તેને દુઃખ થાય છે? તે કોઈપણ વ્યક્તિને ઠેસ પહોંચાડી શકે છે. કેટલા લોકો સત્ય જાણે છે? હાર્દિક ચોક્કસપણે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. હું સમજું છું કે આપણે ભારતીયો લાગણીશીલ છીએ. પરંતુ કોઈ પણ મનુષ્ય સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી. આપણે હસવું ન જોઈએ. આપણે તે મીમ્સનો આગળ ન મોકલવા જોઈએ. ઉથપ્પાએ વધુમાં કહ્યું કે ઓલરાઉન્ડર પોતાની કારકિર્દીને સુરક્ષિત કરવા માટે યોગ્ય છે.

ઉથપ્પાએ વધુમાં કહ્યું કે એક દેશ તરીકે આપણે જે સૌથી સુંદર વસ્તુ કરી તે હતી વર્લ્ડ કપ હાર્યા બાદ પોતાની ટીમને સપોર્ટ કર્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ હતી ત્યારે ચાહકોએ દરેક ખેલાડી સાથે સારો વ્યવહાર કર્યો હતો. આવી સ્થિતિમાં આ ચાહકોએ હાર્દિક પંડ્યા સાથે પણ આવું જ કરવું જોઈએ. કોઈ પણ ખેલાડીઓ આવા મીમ્સ અને ટ્રોલથી ડિસ્ટર્બ થઈ શકે છે.


Google NewsGoogle News