ધોનીએ કહ્યું હતું કોઈ નહીં ખરીદે તો અમે લઈ લઈશું, આખરે ગુજરાતે આદિવાસી ખેલાડીને કરોડોમાં ખરીદ્યો
રોબિન એમએસ ધોનીને પોતાનો આદર્શ માને છે
રાંચીના એક ક્રિકેટ ક્લબમાં તે ત્રણ કોચના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે
Image:Instagram |
Robin Minz Father Statement : IPL 2024 પહેલા યોજાયેલ મિની ઓક્શનમાં ઘણાં એનકેપ્ડ પ્લેયરની કિસ્મત ચમકી હતી. ઓક્શનમાં 20 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા અનકેપ્ડ ખેલાડીઓ થોડી જ મિનિટોમાં કરોડપતિ બની ગયા હતા. આ લીસ્ટમાં ઝારખંડનો આદિવાસી ખેલાડી રોબિન મિન્ઝ પર સામેલ છે. મિન્ઝને IPL 2022ની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સે 3.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે તેના પિતાએ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીને લઈને એક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે કેપ્ટન એમએસ ધોનીએ તેમને એક વચન આપ્યું હતું.
ધોનીએ રોબિનના પિતાને આપ્યું હતું વચન
રોબિન મિન્ઝના પિતા ફ્રાન્સિસ ઝેવિયર મિન્ઝે વાતચીત દરમિયાન કહ્યું, 'એક CISF જવાન મારી પાસે આવ્યો અને મને ગળે લગાડ્યો અને કહ્યું, અરે ફ્રાન્સિસ સર, તમે કરોડપતિ બની ગયા છો.' રોબિનના પિતાએ એ પણ જણાવ્યું કે તાજેતરમાં તે ધોનીને મળ્યા હતા. તેમણે આ મુલાકાત વિશે જણાવતા કહ્યું, 'હું તાજેતરમાં જ એરપોર્ટ પર ધોનીને મળ્યો હતો. તેણે મને કહ્યું, ફ્રાન્સિસ જી, જો કોઈ નહીં લે, તો અમે લઈશું.' રોબિનને ખરીદવા માટે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો, પરંતુ અંતે ગુજરાતે તેને 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રોબિનના પિતા ફ્રાન્સિસ મિન્ઝ એથ્લેટિકસમાં હતા
રોબિન મિન્ઝ પરિવાર ઝારખંડના ગુમલા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા તેલગાવ ગામનો રહેવાસી છે. રોબિનના પિતા ફ્રાન્સિસ મિન્ઝ એથ્લેટિકસમાં હતા. એથલેટિક્સના કારણે તેમને ભારતીય સેનામાં નોકરી મળી હતી. જયારે તે સેનામાં હતા ત્યારે તેમનો પરિવાર રાંચી ચાલ્યો ગયો હતો. રાંચીમાં રોબિનને ક્રિકેટ રમવાનું ઝનૂન લાગ્યું. મોટા થયા પછી રોબિન એમએસ ધોનીને પોતાનો આદર્શ માનતો હતો. રાંચી અને દેશના તમામ બાળકોની જેમ રોબિન પણ ધોનીની જેમ જ બનવા માંગતો હતો.
રાંચીનો ગેલ
રોબિન રાંચીના એક ક્રિકેટ ક્લબમાં ત્રણ કોચના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે. તેના બેટિંગ કોચ આસિફ હક તેની તુલના વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ સાથે કરે છે. આસિફે જણાવ્યું, 'અમે તેને રાંચીનો ગેલ કહીએ છીએ. તે ડાબોડી બેટ્સમેન છે અને ગગનચુંબી છગ્ગા ફટકારે છે. એક નવા યુગનો ક્રિકેટર જે પહેલા બોલથી જ બોલર્સનો સામનો કરવાનું પસંદ કરે છે. તે 200ની સ્ટ્રાઈક રેટહતી બેટિંગ કરવામાં વિશ્વાસ ધરાવે છે.'