IPL 2025માં ઋતુરાજ ગાયકવાડ જ હશે CSKનો કૅપ્ટન, આ ત્રણ કારણ છે જવાબદાર
Ruturaj Gaikwad: આગામી IPL 2025ની સીઝન માટે મેગા ઑક્શન નજીકના સમયમાં યોજાશે. જેમાં ઘણી ટીમોના કૅપ્ટન બદલાઈ શકે છે. ત્યારે હવે ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે CSK ઋતુરાજ ગાયકવાડ પાસેથી કૅપ્ટનશીપ છીનવી શકે છે. પરંતુ, તેણે હટાવવો સરળ નથી, તેના મુખ્ય 3 કારણો નીચે મુજબ છે......
1. ઘણાં સમયથી CSKનો ભાગ રહ્યો છે
છેલ્લી 6 સિઝનથી ઋતુરાજ ગાયકવાડ CSKનો ભાગ રહ્યો છે. તેણે CSKમાં 2019માં IPLમાં પ્રવેશ કર્યો હતો. ગાયકવાડે IPLમાં અત્યાર સુધીમાં CSK માટે 66 મેચ રમી છે, જેમાં તેણે 136.86ની સ્ટ્રાઇક રેટ અને 41.75ની સરેરાશથી 2380 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 18 અડધી સદી ફટકારી છે. તે એક શાનદાર બેટર છે, જ્યારે ચેન્નાઈએ IPL 2023નો ખિતાબ જીત્યો હતો ત્યારે ગાયકવાડનું તેમાં મહત્ત્વનું યોગદાન હતું.
2. આગાઉ પણ ટીમને જીતાડી ચૂક્યો છે
ઋતુરાજ ગાયકવાડ ભારતીય યુવા ટીમનો કૅપ્ટન પણ રહી ચૂક્યો છે. ગાયકવાડે એશિયન ગેમ્સ 2023માં ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. અત્યાર સુધીમાં તે 3 T20I મેચોમાં ભારતીય ટીમ માટે કૅપ્ટનશીપ કરી ચૂક્યો છે, જેમાંથી તેણે 2 મેચમાં ટીમને જીતી અપાવી હતી, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. તેણે ડોમેસ્ટિક લેવલ પર પણ કૅપ્ટનશીપ કરી છે.
3. માત્ર એક જ સીરિઝના આધારે અંતિમ નિર્ણય ન કરી શકાય
2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે IPLમાં ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડની કૅપ્ટન તરીકે પસંદગી કરી હતી. તેણે 14 મેચોમાં CSKની કૅપ્ટન્શીપ કરી હતી, જ્યાં ટીમ 7 મેચ જીતવામાં સફળ રહી હતી અને 7 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો. જો કે ગાયકવાડની કૅપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ પ્લેઑફ માટે પણ ક્વોલિફાય થઈ શક્યું ન હતું, 5મું સ્થાન મેળવીને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ આ એક સિઝનના પ્રદર્શનના આધારે તેનું મૂલ્યાંકન ન કરવું જોઈએ. અત્યારે ગાયકવાડ યુવાન છે અને તેની પાસે લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કરવાની તક છે.