મને શું ખબર તેને હિન્દી આવડતી હશે', રિષભ પંતની ચાલાકી કામ ન આવી, ફ્લોપ થયો પ્લાન
IND Vs NZ, Rishabh Pant : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ 259 રન કરી પર ઓલ આઉટ થઇ ગઈ હતી. સામે પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 156ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ મેચમાં વોશિંગ્ટન સુંદરે કિવી બેટરોને બીજા અને ત્રીજા સેશનમાં ટકી રહેવાની કોઈ તક આપી ન હતી. અને તેણે સાત વિકેટ ઝડપી હતી.
પંતની સલાહ સુંદરને ભારે પડી
ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે વોશિંગ્ટન સુંદરને ન્યૂઝીલેન્ડના બેટર એજાઝ પટેલને આઉટ કરવાનો પોતાનો પ્લાન જણાવી રહ્યો હતો. પરંતુ એજાઝે તે બોલ પર ચોગ્ગો ફટકારી દીધો હતો.
રિષભ પંત ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગ દરમિયાન સ્ટમ્પની પાછળથી વોશિંગ્ટન સુંદરને સલાહ આપતો જોવા મળ્યો હતો. જેમે તે વોશિંગ્ટનને કહી રહ્યો હતો કે, 'વોશી, બોને થોડો આગળ અને બહારની તરફ ફેંક.' સુંદરે પંતની સલાહનું પાલન કર્યું અને બોલને થોડો આગળ નાખ્યો હતો. પરંતુ તેના બોલ પર એજાઝ ચોગ્ગો ફટકારી દીધો હતો. જેથી પંતની આ ચાલાકી કામ ન આવી અને તેનો પ્લાન ફ્લોપ રહ્યો હતો. ત્યારબાદ પંતે કહ્યું હતું કે, 'યાર, મને શું ખબર કે તેને હિન્દી આવડતી હશે.'
ભારતીય ટીમનો ધબડકો
ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં ધબડકો કરતા ટીમ 156 રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. કેપ્ટન રોહિત શર્મા શૂન્ય અને સ્ટાર બેટર વિરાટ કોહલી એક રન કરી આઉટ તહી ગયો હતો. આ સિવાય ઓપનર યશસ્વી જયસ્વાલ (૩૦) અને શુભમન ગિલ (૩૦) રન બનાવીને પવેલીયન ભેગા થઇ ગયા હતા. આ સાથે હવે ભારતીય ટીમ આ ટેસ્ટ મેચમાં 103 રન પાછળ ચાલી રહી છે.
વોશિંગ્ટન સુંદરે કર્યું કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
જો કે પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડના પાંચ બેટર ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. ન્યૂઝીલેન્ડની આખી ટીમ 79.1 ઓવરમાં 259ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત માટે વોશિંગ્ટન સુંદરે 23.1 ઓવરમાં 59 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરની કારકિર્દીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે આર અશ્વિને 24 ઓવરમાં 64 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.